તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 12th July 2024
તિલકવાડામાં મહિલાની મિલકત પચાવી પાડનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડામાં એક મહિલાની મિલકત પચાવી પાડનાર વ્યક્તિ સામે મહિલાએ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રમીલાબેન રમણભાઈ કાનજીભાઈ તડવી (રહે. વ્યાધર તા. તિલકવાડા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમની તિલકવાડામાં આવેલ તેમના પિતાનુ સીટી સર્વે નં.૫૬૨ સીટ નં.૧૫ જેનુ કુલ ક્ષેત્રફળ ૪૫-૦૦ ચો.મી માં પાકી દિવાલવાળુ બે માળનુ અને છતના ભાગે પતરા વાળુ રહેણાંક ઘર તથા ઘરના પાછળની ખુલ્લી જગ્યા જેનો સીટી સર્વે નં.૫૬૩ સીટ નં.૧૫ જેનુ કુલ ક્ષેત્રફળ ૫-૦૦ પર મુકેશભાઈ કાંતિભાઈ ગોહિલ રહે.તિલકવાડા એ છેલ્લા ૯ વર્ષથી માલીકી હક્ક પ્રત્યક્ષ કબ્જો ના હોય અને કાયદેસરના અધિકાર વગર મિલકતનો ગેરકાયેદર કબ્જો રાખી ઉપયોગ કરી તેમની મિલકત પચાવી પાડી ગુનો કરતા તિલકવાડા પોલીસે તપાસ હાથ ધરી છે.
(12:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
