News of Friday, 12th July 2024
સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં અતિભારે તો અમદાવાદમાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
16 મી તારીખ સુધી સૌરાષ્ટ્ર કચ્છ તથા ગુજરાતના અનેક જિલ્લા ઓમા મેઘરાજા મહેરબાન થશે

અમદાવાદ તા.૧૨ : ગુજરાતમાં આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં અતિભારે અને અમદાવાદ, મહેસાણામાં ભારે વરસાદની શક્યતા છે. આવતીકાલે ભરૂચ, સુરત અને નવસારીમાં ભારે વરસાદ થઇ શકે છે.
12 જુલાઈના રોજ આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ભરૂચ, નર્મદા, આણંદ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પોરંબદર અને દેવભૂમિ દ્વારકામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
13 જુલાઇના રોજ ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરંબદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા અને વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
14 અને 15 જુલાઇના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરંબદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચ અને વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
16 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
