News of Friday, 12th July 2024
ગુજરાતમાં આજે સવારથી અનેક વિસ્તારોમાં હળવો ભારે વરસાદ યથાવત સૌથી વધુ નવસારી અને તાપીમાં ધોધમાર વરસાદ : ગણદેવી અને વ્યારામાં 3 ઇંચ જેટલો ખાબક્યો
આજે સવારથી મેઘરાજાનું દક્ષિણ ગુજરાતમાં મુકામ : સર્વત્ર વરસાદ વરસતા લોકોને ગરમી માંથી રાહત મળી : સમયસર વરસાદ વરસતા પાકને ફાયદો

અમદાવાદ તા.૧૨ : આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 41 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં ખાસ કરીને નવસારી, તાપી અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવીમાં અને તાપી જિલ્લાના વ્યારામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
નવસારી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
નવસારી જિલ્લામાં ગણદેવીમાં 2.7 ઇંચ, નવસારીમાં 2 ઇંચ, જલાલપોરમાં 1.3 ઇંચ, ચીખલીમાં 1.1 ઇંચ, વાંસદામાં 6 મિ.મી. અને ખેરગામમાં 2 મિ.મી. વરસાદ નોંધાયો છે.
તાપી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
તાપી જિલ્લામાં વ્યારામાં 2.5 ઇંચ, સોનગઢમાં 1.8 ઇંચ, વાલોડમાં 1.7 ઇંચ, ડોલવણમાં 1 ઇંચ જ્યારે ઉચ્છલમાં 14 મિ.મી. અને નિઝરમાં 1 મિ.મી. વરસાદ વરસ્યો છે.
સુરત જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
સુરત જિલ્લામાં મહુવામાં 1.8 ઇંચ, બારડોલીમાં 1.3 ઇંચ જ્યારે પલસાણામાં 19 મિ.મી., ચોર્યાસીમાં 5 મિ.મી., માંડવી અને કામરેજમાં 2-2 મિ.મી. વરસાદ પડ્યો છે.
ગુજરાતના અન્ય ભાગોમાં કેટલો વરસાદ વરસ્યો
ડાંગના સુબિરમાં 1 ઇંચ, વઘઇમાં 13 મિ.મી., આહવામાં 8 મિ.મી., મહેસાણાના કડીમાં 8 મિ.મી. અને વિસનગરમાં 3 મિ.મી., જૂનાગઢના કેશોદમાં 7 મિ.મી., માણાવદરમાં 5 અને મેંદરડામાં 3 મિ.મી., ગીર સોમનાથના તાલાલામાં 5 અને સુત્રાપાડામાં 2 મિ.મી., દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 3 અને ખંભાળિયામાં 1 મિ.મી., પંચમહાલના મોરવા હડફમાં 9 મિ.મી., વલસાડના ઉમરગામમાં 8 મિ.મી., નર્મદાના ડેડિયાપાડામાં 1 મિ.મી., દાહોદમાં 2 મિ.મી., છોટા ઉદેપુરમાં 3 અને જેતપુર પાવીમાં 2 મિ.મી., ભરૂચના નેત્રંગમાં 2, બનાસકાંઠાના વડગામમાં 2, અમરેલીના કુંકાવાવમાં 5 અને લિલિયામાં 1 મિ.મી. વરસાદ નોંધાયો છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
