<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

રાજ્યના 168 તાલુકામાં મેઘ મહેર :સૌથી વધુ વલસાડમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

55 તાલુકામાં 1 ઇંચથી 6 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. 8 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો

અમદાવાદ : છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 168 તાલુકામાં મેઘ મહેર થઇ છે. 100 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. 55 તાલુકામાં 1 ઇંચથી 6 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. રાજ્યના 8 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વલસાડમાં વરસ્યો 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જયારે ગણદેવી, ખેરગામ, અને નવસારીમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. નવસારીના ચીખલી અને વલસાડના પારડીમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

(1:21 PM IST)