<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રી-નીટ ની જરૂર નથી : કેન્દ્રના શિક્ષણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટ સમક્ષ એફિડેવિટ દાખલ કર્યું : નીટ-યુજી(NEET-UG)2024 માં ગેરરીતિ-પેપર લીકને લઈને સમગ્ર દેશના 24 લાખ જેટલા વિદ્યાર્થીઓ ઉચાટમાં છે અને રી-નીટ ની ચર્ચા-માંગણીઓ થઈ રહી છે તેની વચ્ચે આજે કેન્દ્રના શિક્ષણ વિભાગે રી-નીટ ન લેવી જોઈએ તેવું એફિડેવિટ નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ કર્યાનું જાણવા મળે છે. રી-નીટ લેવાથી પ્રમાણિકતાથી પરીક્ષા આપનાર લાખો વિદ્યાર્થીઓ ઉપર અસર પડશે તેવું જણાવાયું છે. નીટ-યુજી માં મોટા પાયે ગોપનીયતાનું ઉલ્લંઘન તથા ગેરરીતિ ન થઈ હોવાનો પણ ઉલ્લેખ કરેલો હોવાનું જાણવા મળે છે. આ એફિડેવિટ સંદર્ભે 8 જુલાઈ ના રોજ સુનવણી થશે.5:41 PM IST

મને પ્રમુખની જવાબદારીમાંથી મુકત કરો : એક વ્‍યકિત એક હોદ્દાનો નિયમ દર્શાવ્‍યો : અન્‍યને જવાબદારી સોંપો ગુજરાત પ્રદેશ કારોબારીમાં પ્રમુખ સી.આર. પાટીલે કહ્યુ છે કે પાર્ટીમાં એક વ્‍યકિત એક હોદ્દાનો નિયમ હોવાના કારણે પ્રમુખની જવાબદારીમાંથી મને મુકત કરો. શ્રી પાટીલે કહ્યુ કે ભાજપ હાઈકમાન્‍ડને મેં વિનંતી કરી છે પરંતુ પાર્ટીના કાર્યકરોને પણ મારી લાગણી પહોંચાડુ છું અન્‍ય કોઈ આગેવાનને જવાબદારી સોંપો, જે બધાને સાથે રહીને ચાલે અને પાર્ટીને વધુ સફળતા અપાવે : પાટીલે કહ્યુ મારા કાર્યકાળમાં કોઈને ખોટુ લાગ્‍યુ હોય તો મને માફ કરશો : જેનું બુથ માઈનસ હોય તેને હોદ્દો ન આપવો જોઈએ : ભાજપ પ્રદેશ કારોબારીમાં સી.આર. પાટીલના આ નિવેદનના પગલે હવે ગમે ત્‍યારે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે તેવુ મનાય છે1:50 PM IST

AAPમાં સંજય સિંહનું કદ વધ્યું : પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને AAP સંસદીય પક્ષના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા : હું પાર્ટી સંસદીય દળના અધ્યક્ષ તરીકે કેજરીવાલ જી દ્વારા આપવામાં આવેલી જવાબદારી પૂરી નિષ્ઠા સાથે નિભાવીશ. : આમ આદમી પાર્ટીએ આજે પોતાના સંસદીય દળના નેતાની જાહેરાત કરી છે. રાજ્યસભા સાંસદ સંજય સિંહને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સિંહને AAP સંસદીય દળના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જે બાદ સંજય સિંહે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી સિંહે આગળ લખ્યું કે હું પાર્ટી સંસદીય દળના અધ્યક્ષ તરીકે કેજરીવાલ જી દ્વારા આપવામાં આવેલી જવાબદારી પૂરી નિષ્ઠા સાથે નિભાવીશ.5:01 PM IST

શંકાસ્પદ પનીર, દૂધ, ક્રીમ અને વનસ્પતિ તેલનો આશરે રૂપિયા ૯ લાખનો જથ્થો પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર : મે. રજવાડી ડેરી પ્રોડક્ટ, જેતપુર, રાજકોટ ખાતે થી શંકાસ્પદ પનીર, દૂધ, ક્રીમ અને વનસ્પતિ તેલ ના કુલ ૪ નમુના લેવાયા : ક્રીમ અને વનસ્પતિ તેલનો આશરે ૧૭૦૦ કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ. ૫ લાખ થી વધુ થવા જાય છે તે જપ્ત:પનીર નો અને દૂધ નો શંકાસ્પદ જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ. ૩.૮૦ લાખથી વધુ :જાહેર જનતા ના હિતમાં સ્વૈચ્છિક નાશ કરાયો : વગર FSSAI માન્ય પરવાના સિવાય પનીર અને ક્રીમ નાં ઉત્પાદન કરતા પકડી પાડવામાં આવેલ.:ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર ડૉ. એચ. જી કોશિયા.7:02 PM IST

કાલે રાજકોટ સ્‍થાપના દિનઃ રંગીલા રાજકોટનો ૪૧૪મો જન્‍મદિન : રાજવીઓ દ્વારા સ્‍થપાયેલી રાજકુમાર કોલેજ, લાખાજીરાજ લાઇબ્રેરી, બાવાજીરાજ અને કિશોરસિંહજી સ્‍કૂલ, ધર્મેન્‍દ્રસિંહજી કાપડ માર્કેટ, દરબાર ગઢ, રણજીતવિલાસ પેલેસ રાજકોટનો અમૂલ્‍ય વારસો : શરૂઆતમાં રાજકોટ હાલનાં કોઠારીયા નાકા, રૈયા નાકા, બેડી નાકા અને ભીચરી નાકાની અંદર ઊંચાઇ પર વસેલું : હિરાસર ગ્રીન ફિલ્‍ડ એરપોર્ટ, એઇમ્‍સ, લાઇટ હાઉસ, અટલ સરોવર આધુનિક રાજકોટના વિકાસનું પ્રતિબિંબ : રાજકોટમાં ટ્રાફિકની સમસ્‍યાના નિવારણ માટે આઝાદી પહેલા ભાવનગરના રાજા દ્વારા નિર્મિત કેસરી જય હિન્‍દ પુલ, પારેવડી ચોક બ્રિજ, ઉપરાંત નવા બનેલ સિવિલ હોસ્‍પિટલ બ્રિજ, કે.કે.વી બ્રિજ, ૧૫૦ ફૂટ બ્રિજ, ગોંડલ ચોકડી, માધાપર ચોકડી બ્રિજ નિર્માણ પામ્‍યા : ૪ નવા બ્રિજ આગામી દિવસોમાં નિર્માણ પામશે : ૧૯૩૮માં રાજકોટમાં પ્રથમ જીનમીલ કરણપરામાં ચાલુ થઇ હતી અને ૧૯૪૨મા પ્રથમ કાપડ મિલ શરૂ થઈ : ૧૯૫૨માં એશિયાના સૌ પ્રથમ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયા ભક્‍તિનગર ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયાનો પ્રારંભ થયો : આજે સૂક્ષ્મ, લઘુ અને મધ્‍યમ ઉદ્યોગ ક્ષેત્રે રાજકોટ દેશ અને દુનિયામાં અગ્રેસર છે : ૪૧૩ વર્ષ પહેલા ઈ.સ. ૧૬૧૦મા જાડેજા રાજવી ઠાકોર વિભાજી અને તેના વિશ્વાસુ સાથીદાર રાજુ સંધિએ આજી નદીના કાંઠે ગામ વસાવ્‍યું, તેના નામ ઉપરથી જ શહેરનું નામ પડયું રાજકોટ4:26 PM IST