News of Saturday, 13th July 2024
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ
મુશળધાર વરસાદને કારણે નવસારી, વલસાડ અને નર્મદા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા :માર્ગ વાહનવ્યવહારને અસર

સુરત :દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં, ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં શનિવારે ભારે વરસાદ થયો હતો. મુશળધાર વરસાદને કારણે નવસારી, વલસાડ અને નર્મદા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને માર્ગ વાહન વ્યવહારને અસર થઈ હતી.
દક્ષિણ ગુજરાત વિસ્તારમાં વ્યાપક વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લાના ગણદેવીમાં દિવસ દરમિયાન સૌથી વધુ છ ઈંચ જ્યારે ખેરગામ, વલસાડ, વાપી, ચીખલી, ઉમ્બર ગાંવમાં દિવસ દરમિયાન 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ 40 રસ્તાઓ બંધ થઈ ગયા હતા.
વલસાડ જિલ્લામાં અનેક જગ્યાએ પાણી ભરાવાને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લામાં દમણ ગંગા નદી પરના મધુબન ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. વલસાડ જિલ્લામાં વરસાદના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
દરમિયાન, હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વાવાઝોડા સાથે વ્યાપક વરસાદની આગાહી કરી છે. નવસારી વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત દાદરા નગર હવેલી અને દમણ સહિતના દરિયાકાંઠાના જિલ્લાઓના ઘણા ભાગોમાં પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
