<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

જલાલપોર પંથકમાં ભારે વરસાદ ખાબકતા ખરસાડ ગામ જળમગ્ન બન્યું

વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ગામમાં પાણી ભરાતા ગ્રામજનોનું જીવન ખોરવાયુ છે

નવસારી, તા.૧૪,

નવસારી જિલ્લામાં મેઘરાજાએ ધૂંઆધાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે ભારે વરસાદના પગલે જલાલપોરનું ખરસાડ ગામ બેટમાં ફેરવાયું છે. ભારે વરસાદથી આખે આખુ ગામ જળમગ્ન બન્યુ છે. ગામના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ ગયો છે.

રસ્તો બંધ થઇ જવાના કારણે ગામજનોને હાલાકીનો સામનો કરી રહ્યાં છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ગામમાં પાણી ભરાતા ગ્રામજનોનું જીવન ખોરવાયુ છે.

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૬૮ તાલુકામાં મેઘ મહેર થઇ છે. ૧૦૦ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ૫૫ તાલુકામાં ૧ ઇંચથી ૬ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ૮ તાલુકામાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વલસાડમાં ૬ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ગણદેવી, ખેરગામ, અને નવસારીમાં ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. નવસારીના ચીખલી અને વલસાડના પારડીમાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

(10:58 AM IST)