News of Sunday, 14th July 2024
પેલેડિયમ મોલ પાસે ગોઝારો અકસ્માતઃ બે કાર આમને સામને જોરદાર ટક્કરઃ એકનું કમકમાટી ભર્યું મોતઃ ૩ લોકોને ગંભીર ઇજા
ગુજરાતમાં દિવસે દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાં અકસ્માતની ઘટના બની છે. જેમાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થયુ છે.

અમદાવાદઃ પેલેડિયમ મોલ પાસે આજે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જવા પામ્યો હતો. જેમાં એક વ્યકિતનું કરૂણ મોત થયું છે. જયારે અન્ય ૩ વ્યકિતને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અમદાવાદમાં ગઈકાલે રાત્રે અમદાવાદના SG હાઈવે પર આવેલ પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. જ્યારે અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સોલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
