<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

મહેસાણામાં ધોરણ ૮ની વિદ્યાર્થિનીનો આપઘાત કર્યો

આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છેઃ વાલીએ અભ્યાસ માટે ઠપકો આપતા જીવન ટુંકાવ્યું

મહેસાણા, તા.૧૪,

મહેસાણામાં ધો.૮ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે. વિદ્યાર્થનીના વાલીએ અભ્યાસ માટે ઠપકો આપતા આ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ બનાવની વિગત મુજબ મહેસાણાના કડી સ્થિત બાવલુ નજીક આવેલી એક શાળામાં આપઘાતની આ ઘટના બની હતી.

દરરોજની જેમ આ વિદ્યાર્થીની બપોરની સ્કૂલ હોવાથી સ્કૂલે પહોંચી હતી. દરમિયાન સાંજના સમયે સ્કૂલ છુટી જવા છતા તે ઘરે પરત આવી ન હતી. જેને કારણે તેના પરિવારજને આજુબાજુમાં તપાસ કરી હતી. પરંતુ પત્તો ન લાગતા અંતે તેમણે  સ્કૂલમાં જઈને તપાસ કરી હતી. જેમાં તેમની દિકરી સ્કૂલમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરેલી હાલતમાં મળી આવી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:07 PM IST)