News of Sunday, 14th July 2024
ચીખલીમાં કાવેરી નદીનો કોઝવે ઓવરફ્લો થયોઃ તડકેશ્વર મહાદેવ થયા પાણીમાં ગરકાવ
ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા કાવેરી નદીની સપાટી વધી હોવાથી કોઝવે ઓવરફ્લો થયો છે

નવસારી, તા.૧૪,
નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ત્યારે નવસારીના ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદના પગલે કાવેરી નદીનો કોઝવે ઓવરફ્લો થયો છે.
નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ત્યારે નવસારીના ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદના પગલે કાવેરી નદીનો કોઝવે ઓવરફ્લો થયો છે. કાવેરી નદીના તટ પાસે આવેલું તાડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબ્યું છે.જ્યારે કાવેરી નદીની સપાટી ૧૨ ફૂટ પર પહોંચી છે. મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા કાવેરી નદીની સપાટી વધી હોવાથી કોઝવે ઓવરફ્લો થયો છે. જેના પગલે સ્થાનિકોને હાલાકી થઈ રહી છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
