તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Sunday, 14th July 2024
મહિસાગરમા ખાનપુરમાં ચોરી કરતી ટોળકી ઝડપી લેવામાં આવી

મહીસાગર, તા.૧૪,
મહિસાગરમા ખાનપુરમાં ચોરી કરતી ટોળકી ઝડપી લેવામાં આવી છે. પોલીસે ચોરી કરતી ટોળકીના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે.આ બનાવની વિગત મુજબ મહિસાગરના ખાનપુરમાં ચોરી કરતા ટોળકીના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. આ ટોળકી અલગ અલગ જિલ્લાઓમાં બંધ મકાનોને ટાર્ગેટ કરતી હતી. બાદમાં બંધ મકાનોમાંતી કિમતી સામાનની ચોરી કરતી હતી. જેને પગલે આ જિલ્લામાં લોકો પરેશાન થઈ ગયા હતા. આ ટોળકીએ ખાનપુરના બામરોડા ગામમાં ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ ટોળકી પાસેથી ચોરીનો માલ કબજે કર્યો છે.
આ પ્રકારે આ ટોળકીએ અનેક બંધ મકાનોમાં ચોરી કરી હોવાની શંકાને આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
