<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

પારડીના પલસાણાની ગંગાજી ખાડીમાં કારચાલક તણાયો

ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા સ્થાનિકોએ JCB મારફતે કારચાલકને મોતના મુખમાંથી બહાર કાઢ્યો હતો

વલસાડ, તા.૧૪,

વલસાડમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના પારડીના પલસાણાની ગંગાજી ખાડીમાં કારચાલક તણાયો હોવાની ઘટના બની હતી. સ્થાનિકોને ઘટનાની જાણ થતા તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.

વલસાડમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના પારડીના પલસાણાની ગંગાજી ખાડીમાં કારચાલકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ગંગાજી ખાડીના નાના પુલ પર પાણી ફરી વળ્યાં હતા. જેના પગલે રસ્તા પર રસ્તો બંધ હોવાના બેરીકેડ માર્યા હોવા છતાં કારચાલક પુલ પરથી પસાર થતો હતો. ત્યારે પુલ પર ફસાયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ JCB મારફતે કારચાલકને મોતના મુખમાંથી બહાર કાઢ્યો હતો.

(12:10 PM IST)