તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Sunday, 14th July 2024
મહેસાણાના બેચરાજીમાં સ્કૂલ વાનમાં આગ લાગતા ચકચાર

મહેસાણા, તા.૧૪,
મહેસાણાના બેચરાજીમાં એક સ્કૂલ વાનમાં આગ લાગતા ચકચાર સાથે લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. જોકે સમયસુચકતાને પગલે તમામ વિદ્યાર્થીઓને વાનમાંથી ઉતારી લઈને બચાવી લેવાયા હતા.આ બનાવની વિગત મુજબ બેચરાજીમાં સ્કૂલ વાનમાં આગ લાગતા બાળકોએ ચાસાચીસ કરી મુકી હતી. આગને પગલે વિદ્યાર્થીઓમાં ડરને કારમે નાસબાગ મચી ગઈ હતી. આગ લાગતા જ નજીકમાંથી પસાર થી રહેલા લોકો એકટા થઈ ગયા હતા. તેમમે તાત્કાલિક આગ બુઝાવી નાંકી હતી. બાદમાં તમામ વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા હતા.સ્કૂલ વાનમાં આગ લાગતા હવે સલામતીને લઈને અનેક સવાલો ઉભા થયા છે. આ બનાવ બાદ તંત્ર શુ કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
