News of Sunday, 14th July 2024
હાલ દરિયાની સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે ઉત્તર ગુજરાત લાગુ વિસ્તાર માં એક સાઈકલોનિક સર્ક્યુલેશન છવાયું
મહારાષ્ટ્ર-ઉત્તર કેરળના દરિયાકાંઠે દરિયાઈ સપાટી પર ઓફ-શોર ટ્રફ સક્રિય રીતે યથાવત

અમદાવાદઃ અત્યારે દરિયાની સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે ઉત્તર ગુજરાત લાગુ વિસ્તાર માં એક સાઈકલોનિક સર્ક્યુલેશન છવાયું છે. જયારે મહારાષ્ટ્ર-ઉત્તર કેરળના દરિયાકાંઠે દરિયાઈ સપાટી પર ઓફ-શોર ટ્રફ સક્રિય રીતે યથાવત છે
દરિયાની સપાટીથી 5.8 કિમી ઉપર આંધ્ર પ્રદેશ ના દરિયાકાંઠા થી પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર સાઈકલોનિક સર્ક્યુલેશન છવાયેલ છે.જે તા.15 આસપાસ એક વીક લો પ્રેશર માં ફેરવાશે.જમીની ભાગો પર આવી જશે.
તા.16 થી તેનો ટ્રફ ગુજરાત સુધી લંબાશે.એક બ્રોડ સરક્યુલેશન બનશે.ઉપરાંત ચોમાસુ ધરી નોર્મલ થી વધુ દક્ષિણ તરફ આવી જશે.આમ અલગ અલગ પરિબળો ની અસર થી સમગ્ર ગુજરાત માં વરસાદ ની રાઉન્ડ આવશે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
