<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરમ વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા હડકંપ મચીઃ ૪ બાળકોનો જીવ ગુમાવ્‍યોઃ

આવતીકાલે સેમ્પલને લઇને આવનારા રિપોર્ટ થકી જ એ વાતનો ખ્યાલ આવશે કે ચાંદીપુરા વાયરસ છે કે નહીં

હિંમતનગરઃ  હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરમ વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો હતો. અત્યાર સુધી ચાંદીપુરમ વાયરસનાં કારણે જીલ્લામાં 4 બાળકોનાં મૃત્યું થયા છે.

સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ ના પગલે ચાર બાળકોના મોત થયા હોવાની ખબર ના પગલે સમગ્ર જિલ્લામાં ખભરાટ સર્જાયો છે જોકે પુના ખાતે મોકલાવેલા સેમ્પલને લઇને સોમવારે આવનારા રિપોર્ટ થકી જ એ વાતનો ખ્યાલ આવશે કે ચાંદીપુરા વાયરસ છે કે નહીં, પરંતુ ચાર જેટલા બાળકોના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મોતથી આ બિમારીની આશંકાથી દહેશત ફેલાઇ છે.

(3:29 PM IST)