News of Sunday, 14th July 2024
આવું છું કાલે.... વડોદરામાં હાર્દિક પંડ્યાનો રોડ શો: જાણો કાલે વડોદરામાં કયો રસ્તો બંધ રહેશે
કાલે સાંજે 5 વાગ્યા બાદ માંડવીથી અકોટા બ્રિજ તરફનો રસ્તો બંધ રાખવા અંગેનું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું

વડોદરા શહેરમાં આવતીકાલે સાંજે 5 વાગ્યા બાદ માંડવીથી અકોટા બ્રિજ તરફનો રસ્તો બંધ રાખવા અંગેનું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. રિવોલ્યુશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા T-20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત બાદ ક્રિકેટર હાર્દિક પંડયા અને તેની ફેમિલીને સન્માનિત કરવા ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવેલ આવ્યું છે. જેને લઇ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિકોને અગવડ ન પડે તે માટે વૈકલ્પિક રસ્તાઓ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ રોડ-શો માંડવીથી શરૂ થઇ લહેરીપુરા દરવાજા ન્યાયમંદિર, ફાયર બ્રિગેડ ચાર રસ્તા, દાંડીયાબજાર ચાર રસ્તા થઇ મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા અકોટા બ્રિજ સોલાર પેનલ આવી પૂર્ણ થશે. જેમાં મોટી સંખ્યામાં જનમેદની જોડાનાર છે. જેને લઇ શહેરમા આવતાં નાગરિકોને અગવડ ન પડે તે માટે આ આખું અયોજન કરવામાં આવ્યુ છે. આ રોડ શો દરમિયાન જાહેર જનતાને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી નો એન્ટ્રી, વૈકલ્પિક વ્યવસ્થા અંગે જાહેરનામુ પોલીસ કમિશનર દ્વાર બહાર પાડવામ આવ્યું છે. તારીખ 15/07/2024ના કલાક 16:00 વાગ્યાથી રોડ-શો પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે રસ્તાઓ પર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં આવતીકાલે સાંજે 5 વાગ્યા બાદ માંડવીથી અકોટા બ્રિજ તરફનો રસ્તો બંધ રાખવા અંગેનું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. રિવોલ્યુશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા T-20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત બાદ ક્રિકેટર હાર્દિક પંડયા અને તેની ફેમિલીને સન્માનિત કરવા ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવેલ આવ્યું છે. જેને લઇ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિકોને અગવડ ન પડે તે માટે વૈકલ્પિક રસ્તાઓ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ રોડ-શો માંડવીથી શરૂ થઇ લહેરીપુરા દરવાજા ન્યાયમંદિર, ફાયર બ્રિગેડ ચાર રસ્તા, દાંડીયાબજાર ચાર રસ્તા થઇ મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા અકોટા બ્રિજ સોલાર પેનલ આવી પૂર્ણ થશે. જેમાં મોટી સંખ્યામાં જનમેદની જોડાનાર છે. જેને લઇ શહેરમા આવતાં નાગરિકોને અગવડ ન પડે તે માટે આ આખું અયોજન કરવામાં આવ્યુ છે.
આ રોડ શો દરમિયાન જાહેર જનતાને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી નો એન્ટ્રી, વૈકલ્પિક વ્યવસ્થા અંગે જાહેરનામુ પોલીસ કમિશનર દ્વાર બહાર પાડવામ આવ્યું છે. તારીખ 15/07/2024ના કલાક 16:00 વાગ્યાથી રોડ-શો પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે રસ્તાઓ પર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
