<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

મંગળવારથી સાત દિવસ અનરાધાર વરસાદ ખાબકશે :અંબાલાલ પટેલની મોટી આગાહી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે:ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ચોમાસાની ઘટ પુરી કરશે

અમદાવાદ : ગુજરાતમાં હજુ  સુધી ભલે ચોમાસાએ ખાસ જમાવટ કરી નથી, પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. 

  અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 15થી 16 જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.   વરસાદી સિસ્ટમ સક્રિય થતા 17થી 24 જૂલાઈ ભારે વરસાદ રહેશે.  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. 

અંબાલાલની આગાહી અનુસાર, મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં સામાન્ય વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં 17થી 24 જૂલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે. જ્યારે ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ચોમાસાની ઘટ પુરી કરશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, ભાવનગર, જામનગર સહિત ભારે વરસાદની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આપણે રાજ્યના હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ જોવા મળશે, આગામી સાત દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે અને એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની પધરામણી જોવા મળી શકે છે.

(10:09 PM IST)