<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

અમદાવાદના વાતાવરણમાં પલટો : અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો :રસ્તાઓમાં પાણી ભરાયા

સાબરમતી, ચાંદખેડા, પાલડી, નારાણપુરા, શાસ્ત્રીનગર, મેમનગર, ઘાટલોડીયા, મેમ્કો, CTM, સરખેજ, S.G. હાઈવે, બોડકદેવ, ઈસ્કોન ક્રોસરોડ, બોપલ, નવાવાડજ, ઈન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે.વાદળો ઘેરાયા બાદ વરસાદ શરૂ થયો છે. વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે.

અમદાવાદના સાબરમતી, ચાંદખેડા, પાલડી, નારાણપુરા, શાસ્ત્રીનગર, મેમનગર, ઘાટલોડીયા, મેમ્કો, CTM, સરખેજ, S.G. હાઈવે, બોડકદેવ, ઈસ્કોન ક્રોસરોડ, બોપલ, નવાવાડજ, ઈન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદના સૈજપુરમાં તો હજુ વરસાદ શરૂ થયોને પાણી ભરાઈ ગયા હતા.

નરોડા સરદાર નગર કોતરપુર એરપોર્ટ ઇન્દિરા બ્રિજ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાડજ, ઉસ્માનપુરા, સુભાષ બ્રિજ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

(1:40 PM IST)