<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

ગુજરાતના સરળ, સ્‍નેહી અને સમર્પિત મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલનો જન્‍મદિન

જન્‍મદિને દાદા ભગવાન મંદિરમાં દર્શન કરી ધન્‍યતા અનુભવી

રાજકોટ : ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી અને અમદાવાદ ના ઘાટલોડિયા ના ધારાસભ્‍ય અને અમદાવાદ શહેર વિકાસ સત્તામંડલ (AUDA)ના પૂર્વ ચેરમેન અને અમદાવાદના મહાનગરપાલિકા ના સ્‍ટેન્‍ડિંગ કમિટિ ના પૂર્વ ચેરમેન અને અમદાવાદ મ્‍યુનિસિપલ સ્‍કૂલ બોર્ડના પૂર્વ વાઇસ ચેરમેન શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલનો આજે જન્‍મદિન છે. તેમનો જન્‍મ તા. ૧પ જુલાઇ ૧૯૬રના દિવસે થયેલ. આજે ૬૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

ભુપેન્‍દ્ર ભાઈપટેલની

રાજકિય સફર

સિવિલ એન્‍જિનિયરીંગમાં ડિપ્‍લોમા છે. ભુપેન્‍દ્રભાઈ પાટીદાર નેતા અને વિવાદો વગરનું નામ છે.  તે સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશનના ટ્રસ્‍ટી છે,  મેમનગર નગરપાલિકાના સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન રહ્યા છે.  અમદાવાદ કોર્પોરેશનના સ્‍કુલ બોર્ડના વાઈસ ચેરમેનની જવાબદારી પણ સંભાળી છે.  ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી તેઓ અમદાવાદ સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન રહી ચુકયા છે.   ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી તેઓએ અમદાવાદ અર્બન ડેવલપમેન્‍ટ ઓથોરિટી(AUDA)ના ચેરમેન તરીકે સેવા આપી છે.   ૨૦૧૭ માં પહેલી વખત ધારાસભ્‍ય બન્‍યા બાદ તે માત્ર ૪ વર્ષમાં મુખ્‍યમંત્રી પદ પર પહોંચ્‍યા છે.અને ૨૦૨૨ માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ ની ઘાટલોડિયાની બેઠક ઉપર વિજેતા થયા છે.

ભગવાનના દર્શન

મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે આજે પોતાના જન્‍મ દિવસ અવસરે વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિર માં દર્શન અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો. મુખ્‍યમંત્રીશ્રીએ  ત્રિમંદિર પરિસર માં પૂજ્‍ય દાદા ભગવાન , પૂજ્‍ય નીરૂમાં ની સમાધિ પર શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્‍યા હતા અને દેવી દેવતાઓના  દર્શન તેમજ શિવ મંદિરમાં જલાભિષેક કર્યો હતો.

મુખ્‍યમંત્રીશ્રીએ  જન્‍મ દિવસ અવસરે  રાજ્‍યના સૌના  સ્‍વાસ્‍થ્‍ય સુખાકારી સમળદ્ધિ અને સમગ્ર રાજ્‍યના સમગ્રતયા  અવિરત વિકાસ માટે પ્રાર્થના કરી હતી.

મુખ્‍યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું ઉષ્‍માપૂર્ણ અભિવાદન પણ ઝીલ્‍યું હતું. ફોન નં. ૦૭૯-ર૩ર૩ર૬૦૧ મો. ૯૭ર૭૮ ૮૮પ૧૦ ગાંધીનગર.

(2:40 PM IST)