<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

ઉમરપાડામાં આભ ફાટ્યું : ૪ કલાકમાં ૧૦ થી ૧૪ ઇંચ અતિભારે વરસાદ

સર્વત્ર જળબંબાકાર : ચારે બાજુ પાણી ફરી વળ્યાં: ગરૃડેશ્વર ૬ ઇંચ વરસાદ

(જીતેન્દ્ર રૃપારેલિયા) વાપી, તા. ૧પઃ હવામાન ખાતાની કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી મેઘરાજા દક્ષિણ ગુજરાતના સુરત પંથકના ઉમરપાડા વિસ્તારમાં તૂટી પડયા છે. માત્ર ૪ કલાકમાં ૧૦ થી ૧૪ ઇંચ જેટલા ભારે વરસાદથી સર્વત્ર જળબંબાકાર સ્થિતિ સર્જાયેલ છે. નર્મદા જિલ્લાના ગુરૃડેશ્વર ખાતે પણ માત્ર ૪ કલાકમાં ૪ ઇંચ જેટલા ભારે વરસાદને પગલે ભારે હાલાકી ઉભી થવા પામી છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ વાગ્યાથી લઇ ૧૦ વાગ્યા સુધીમાં એટલે કે માત્ર ૪કલાકમાં ઉમરપાડા ૩૪૭ મીમી, નેત્રંગ, ૧૪ર મીમી, તિલકવાડા ૮૭ મીમી, નાંદોદ ૩૦ મીમી ભારે વરસાદ પડયાની માહિતી સાંપડે છે.

(3:17 PM IST)