News of Wednesday, 17th July 2024
ફળ પાક વાવેતર માટે સરકારી સહાયઃ લાભ લેવા પોર્ટલ ખુલ્લુ
બાગાયતી ખેડૂતો ૧૫ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે

ગાંધીનગર,તા.૧૭: બાગાયત ખાતા દ્વારા ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવા વર્ષ ૨૦૨૪-૨૫માં “GROW MORE FRUIT CROP”ઝુંબેશ હાથ ધરવામા આવેલ છે. જેને ધ્યાને લેતા ખેડૂતો માટે તા.૧૬/૭થી તા.૧૫/૮ સુધી આઈ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવેલ છે. જેમાં આંબા તથા જામફળ - ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ, વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ,પપૈયા, સરગવાની ખેતીમાં સહાય વગેરેને આવરી લેવામાં આવ્યા છે.
આ લાભ લેવા ખેડૂતોએ ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર તા.૧૫ ઓગસ્ટ સુધીમાં નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, સાયબર કાફે અથવા પોતાના કોમ્પ્યુટર પર જમીનના ૮-અ, આધાર કાર્ડ,જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો) અને બેન્ક ખાતાની વિગતો સાથે અરજી કરી શકશે.અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ સાથે અરજીમાં દર્શાવેલ દસ્તાવેજોને દિન-૭માં રૂબરૂ અથવા પોસ્ટ મારફતે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સહયોગ સંકુલ,પાંચમો માળ, સી - બ્લોક,પથિકાશ્રમની બાજુમાં,સેકટર ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૦ ખાતે મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે ફોન નંબર-૦૭૯-૨૩૨-૫૭૭૬૦ પર સંપર્ક કરી શકાશે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
