<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

મનીષ દોશી રંગાઇ ગયા રંગમાં, જન્‍મદિનની શુભેચ્‍છાના સંગમાં...

વરસાદ જેવા મારા શુભેચ્‍છકો અને માટી જેવો હું, વરસતા રહે તેઓ અને મહેકતો રહું હું.

રાજકોટ : ગુજરાતની રાજકીય પીચ પર વર્ષોથી અણનમ રહેલા પ્રદેશ કોંગ્રેસના મુખ્‍ય પ્રવકતા ડો. મનીષ દોશીએ આજે ચમકતા-દમકતા જીવનના પ૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

મુળ સુરેન્‍દ્રનગર જિલ્લાના હાલ અમદાવાદ સ્‍થિત ડો. મનીષ દોશીનો જન્‍મ તા. ૧૭ જૂલાઇ ૧૯૬૯ ના દિવસે થયેલ. ગુજરાત યુનિવર્સિટીના સિન્‍ડીકેટ સભ્‍ય તરીકે તેમનું મહત્‍વનું યોગદાન રહ્યું છે. ધો. ૧૦ અને ધો. ૧ર પછી શું ? તે અંગેના માર્ગદર્શક પુસ્‍તકોનું તેમણે સંપાદન કર્યુ છે. રાજકીય નિવેદનો અને જાહેર ચર્ચામાં ફટકાબાજીમાં નિષ્‍ણાંત છે. તેમના સબંધોનું વર્તુળ વ્‍યાપક છે. જન્‍મદિન નિમિતે તેમના પર શુભેચ્‍છા વરસી રહી છે.  (પ-૭)    મો. ૯૪ર૬૦ ૦૧પ૯૯ અમદાવાદ

(10:49 AM IST)