<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

આજે સૌરાષ્‍ટ્ર અને દ. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્‍જ એલર્ટ

દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટમાં વરસાદની હવામાન વિભાગની આગાહી અમુક વિસ્‍તારોમાં ભારે વરસાદ પડશે

અમદાવાદઃ તા. ૧૭: આજે ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ થશે. હવામાન વિભાગ દ્વારા રાજ્‍યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદની સંભાવના વ્‍યક્‍ત કરાઈ છે તો અરવલ્લી, ખેડા, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. આ સિવાય મધ્‍ય ગુજરાતમાં આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદ થવાની શકયતા છે. તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્‍યક્‍ત કરાઈ છે. તો કચ્‍છ અને સૌરાષ્‍ટ્રના સુરેન્‍દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર, આજે રાજ્‍યમાં સૌરાષ્‍ટ્રના કેટલાક જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્‍જ એલર્ટ આપવામાં આવ્‍યું છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્‍જ એલર્ટ આપવામાં આવ્‍યું છે. જયારે રાજ્‍યના અન્‍ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્‍થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્‍યું છે.

(1:42 PM IST)