<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

સુરત પંથકમાંથી ડ્રગ્‍સ બનાવતી આખી ફેક્‍ટરી પકડાઈઃ ૨૦ કરોડનો કાચો માલ કબ્‍જે લેવાયો

ગુજરાત એટીએસએ સુરતના પલસાણા તાલુકામાં ડ્રગ્‍સ મેન્‍યુફેક્‍ચરિંગ યુનિટનો પર્દાફાશ કર્યો : બે પકડાયા

સુરત, તા. ૧૮ : સુરતમાં  એટીએસ દ્વારા એક  મોટી સફળતા હાથ લાગી છે. એટીએસે સુરતમાં કરોડોનું ડ્રગ્‍સના કેફી પદાર્થ બનાવતું રો મટીરીયલ ઝડપી પાડ્‍યું છે. રહેણાંક વિસ્‍તારમાં આ કેફી બનાવવામાં આવતું હતું. અને તેની સામે બે લોકોને અટકાયત કરવામાં આવી છે.  અને જ્‍યા ડ્રગ્‍સનું રોમટીરીયલ બનતું હતું તે ફેક્‍ટરી સીલ કરી દેવામાં આવી છે.  અને  એટીએસ દ્વારા આ ડ્રગ્‍સ કયાંથી આવ્‍યું અને કયા જવાનું હતું તેની પુછપરછ કરવામાં આવી રહી છે.

સુરતમાં પલસાણા વિસ્‍તારમાં કરોડોનું ડ્રગ્‍સ જેવા પદાર્થોનું રો મટીરીયલ એટીએસે ઝડપી પાડ્‍યું છે. અને આ રો મટીરીયલ એક ફેક્‍ટરીમાં બનતું હતુ. તે એટીએસે કાલે રાત્રે આ ફેક્‍ટરી સીલ કરી દેવામાં આવી છે.  અને તે ફેક્‍ટરીમાંથી બે ઈસમો દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. જે જગ્‍યા પર ડ્રગ્‍સ કેફી પદાર્થનું રો મટીરીયલ બનતુ હતું. તે વિસ્‍તાર રહેણાંક વિસ્‍તાર છે. અને બાતમીના આધારે એટીએસે દરોડા પાડીને આ રો મટીરીયલ ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પલસાણા વિસ્‍તારમાં એટીએસને એક બાતમી દાર પાસે થી માહિતી મટી હતી કે રહેણાંક વિસ્‍તારમાં એક ફેક્‍ટરીમાં ડ્રગ્‍સના પ્રદાર્થનું રો મટીરીયલ બને છે. તેના આધારે આજે સવારે એટીએસે તે ફેક્‍ટરીમાં રેડ પાડી તો ત્‍યાં એક પતરાનો શેડ બનાવેલો હતો તે શેડ કાપીને જોયું તો ડ્રગ્‍સ કેફી પદાર્થ જેવુ રો મટીરીયલ મળી આવ્‍યું હતું. અને તેના ફેક્‍ટરીમાં બે લોકોને ધરપકડ કરવામાં આવી હતી. એટીએસ હવે આ પદાર્થ કયાથી આવ્‍યો છે. અને આગળ કોને આપવાનો છે. અને આના પાછળ કોણ કોણ સંડોવાયેલું છે. તેની તપાસ એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે.

(2:13 PM IST)