News of Thursday, 18th July 2024
૭૩ વર્ષ જૂની વીન્ટેજ કારમાં અમદાવાદથી લંડન પહોંચીને રચ્યો ઇતિહાસ
જીવન ચલને કા નામ, ચલતે રહો સુબ શામ ૧૬ દેશોની મુસાફરી કરીને બ્રિટન પહોંચ્યો અમદાવાદી પરિવાર

અમદાવાદ તા. ૧૮: ‘‘જીવન ચલને કા નામ'' ગીતના શબ્દો ગુજરાતના એક પરિવારે સાર્થક કર્યા છે. દમન ઠાકોર અને તેના પરિવારે અમદાવાદથી લંડન સુધીની સૌથી લાંબી રોડ ટ્રીપનો રેકોર્ડ બનાવ્યો છે. ઠાકોર પરિવારે ૭૩ વર્ષ જૂની વિન્ટેજ કાર દ્વારા અમદાવાદથી લંડન સુધીની ૧૦,પ૦૦ કીલોમીટરની મુસાફરી ૭૩ દિવસમાં પુરી કરી હતી. જો કે આ યાત્રા તો ગયા વર્ષે થઇ હતી પણ તેનો ખુલાસો હમણાં થય છે. તેમની આ યાત્રા સોશ્યલ મીડીયા પર વાયરલ થઇ રહી છે.
જણાવાઇ રહ્યું કે ઠાકોર અને તેમનો પરિવાર ૧૯પ૦ના દાયકાની પોતાની એમજીવાયટી કાર (લાલપરી) ને લઇને આ રોમાંચક યાત્રા પર નિકળ્યા હતા. તેમણે લગભગ અઢી મહિનામાં ૧૬ દેશોની યાત્રા કરી હતી. તેમણે જણાવ્યું કે આ યાત્રામાં તેમને લગભગ એક મર્સીડીઝ ગાડી જેટલો ખર્ચો આવ્યો હતો.ઠાકોરે જણાવ્યું કે તેમની વિન્ટેજ કારનું નિર્માણ બ્રીટનના એબિંગ્ડનની ફેકટરીમાં થયું હતું. અમે ૧ર ઓગસ્ટ ર૦ર૩ના દિવસે દરીયાઇ માર્ગે રવાના થયા હતા અને ર૮ ઓગસ્ટે દુબઇ પહોંચ્યા હતા. પછી દુબઇથી રોડ માર્ગે આગળ વધતા ગયા અને ર૬ ઓકટોબરે લંડન પહોંચ્યા હતા.ઠાકોર પરિવારના લોકોએ જણાવ્યું કે આટલી લાંબી મુસાફરી માટે લાલપરીને તૈયાર કરવામાં ૧૧ મહિના લાગ્યા હતા. ગુજરાતની આજુબાજુ કેટલાય ટેસ્ટ ડ્રાઇવ કરાયા. અમારી પાસે આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ લાયસન્સ હતું. દરેક દેશમાં અમારે રોડ ટેક્ષ અને વીમા શુલ્ક જમા કરાવવું પડયું હતું.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
