<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોને જી-૭ દેશોની બેઠકમાં ઈરાન સામેના યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી: જાહેરમાં કહ્યું કે, ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ખરેખર શું ઈચ્છે છે તે કોઈ કહી શકતું નથી ! અન્ય વૈશ્વિક નેતાઓ જે વાતો અત્યાર સુધી માત્ર ખાનગીમાં કરતા હતા, તેને મેક્રોને હવે આંતરરાષ્ટ્રીય મંચ પર ખુલ્લી મૂકી દીધી : ઇઝરાયેલના ઉચ્ચ અધિકારીઓનું સ્પષ્ટ માનવું છે કે ટ્રમ્પ આગામી ૨ થી ૩ અઠવાડિયામાં યુદ્ધનો અંત લાવવાની કોઈ જ યોજના ધરાવતા નથી: બંને દેશો ઈરાનમાં શાસન પરિવર્તનની રાહ જોઈ રહ્યા છે: તો પણ એવું મનાય છે કે ટ્રમ્પ કોઈ પણ સમયે અચાનક નિર્ણય લઈને આ યુદ્ધને વિરામ આપી શકે છે..9:00 PM IST

ગૃહવિભાગ એ ગુજરાતની ઢાલ, ન્‍યાયતંત્રએ રાજદંડઃ હર્ષ સંઘવી : ભૂપેન્‍દ્રભાઈ પટેલની સરકારનો મંત્ર સ્‍પષ્ટ છે, ‘ગુનેગારો માટે ઝીરો ટોલરન્‍સ અને સામાન્‍ય નાગરિક માટે ત્‍વરિત ન્‍યાય' શાંત અને સુરક્ષિત રાજ્‍યમાં દયા અને દાદાગીરી બંને એકસાથે નહીં ચાલે, રાજ્‍યમાં ભૂમાફિયાઓ અને અસામાજિક તત્‍વો સામે દાદાનું બુલડોઝર તો ફરશે જઃ નાયબ મુખ્‍યમંત્રી : પોક્‍સો એક્‍ટ હેઠળ છેલ્લા ચાર વર્ષમાં ૯૦૭ ગુનેગારોને આજીવન કેદ અને ૧૪ નરાધમોને ફાંસીની સજા ફટકારાઇઃ અયોધ્‍યા રામ મંદિર પર હુમલાનું ષડયંત્ર રચનાર આતંકી સહિત ત્રણ વર્ષમાં ગુજરાત ATS એ અલ-કાયદા અને SKPના ૨૯ ખતરનાક આતંકીઓને દબોચ્‍યાઃ ગળહ વિભાગ અને કાયદા-ન્‍યાયતંત્ર વિભાગોની મળી કુલ રૂા. ૧૬,૯૬૭ કરોડની અંદાજપત્રિય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર1:44 PM IST

સાદી જોયસ્ટિક વ્હીલચેરના સ્થાને ફોલ્ડીંગ જોયસ્ટિક વ્હીલચેર માટે 1.10 લાખ સહાય આપવાનો ભૂપેન્દ્રભાઈ પટેલનો દિવ્યાંગ હિતકારી નિર્ણય : મુખ્યમંત્રીનો દિવ્યાંગજનો પ્રત્યે સંવેદના સ્પર્શી અભિગમ : મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરથી રાજ્યના દિવ્યાંગજનોનું રોજિંદુ જીવન વધુ સરળ અને સુગમ બનશે : 5676 દિવ્યાંગ લાભાર્થીઓને કુલ 36 કરોડની મોટરાઇઝ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરનું વિતરણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલની ઉપસ્થિતી : મસ્ક્યુલર ડ્રીસ્ટ્રોફી પ્રકારની દિવ્યાંગતાના સહાય લાભ મેળવવાની લાભાર્થીની પાત્રતા વય મર્યાદા 18થી ઘટાડીને 10 વર્ષ કરાઈ1:10 PM IST

પૂનામાં ગુજરાતને ધબકતું રાખનાર રાધિકા બગડાઇ : વાર્તાઓ થકી સંસ્‍કળતિને હૃદયસ્‍પર્શી જોડાણોમાં પરિવર્તિત કરનાર મહિલા : ‘‘લાઈવસ્‍ટોરીઆર્ટ'' થકી તેઓ વાર્તાઓને માત્ર કહેવાને બદલે તેને એક થિયેટરના રૂપમાં રજૂ કરે છે. તેઓ કોસ્‍ચ્‍યુમ્‍સ (પહેરવેશ), પ્રોપ્‍સ અને અલગ-અલગ અવાજો દ્વારા પૌરાણિક અને ક્‍લાસિક વાર્તાઓને જીવંત બનાવે છે. તેમનો હેતુ વાર્તાઓ દ્વારા બાળકોમાં સહાનુભૂતિ અને લાગણીઓની સમજ કેળવવાનો છે. ‘‘ગહેકતી ગુજરાતણ'' નામની સંસ્‍થા પુણેની ગુજરાતી મહિલાઓને એકબીજા સાથે જોડે છે અને ખાસ કરીને ઘરેથી પોતાનો નાનો વ્‍યવસાય ચલાવતી મહિલાઓને પ્‍લેટફોર્મ અને સપોર્ટ પૂરો પાડે છે. મૂળ રાજકોટના રાધિકા બગડાઈ પુણેમાં તેમના સ્‍ટોરીટેલિંગ આર્ટ અને ગુજરાતી કલ્‍ચરને જીવંત રાખવા તથા મહિલાઓને પ્રોત્‍સાહિત કરવા માટે ખૂબ જાણીતા છે.2:58 PM IST