News of Monday, 22nd July 2024
ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘની ચુંટણીમાં પ્રમુખ તરીકે દિગ્વીજયસિંહ જાડેજાનો વિજય
મહામંત્રી તરીકે જૈમીન પટેલનો પણ ૯ મતે વિજય થયો

અમદાવાદ, તા., ૨૨: ગુજરાત રાજયના સૌથી મોટા શૈક્ષણીક સંગઠન ગણાતુ ગુજરાત રાજય પ્રાથમીક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રીના પદ માટે ચુંટણી મતદાન થતા ફરી એકવાર પ્રમુખ તરીકે દિગ્વીજયસિંહ જાડેજા ચુંટાઇ આવ્યા છે. જયારે તેમની પેનલના મહામંત્રી પદના ઉમેદવાર જૈમીનભાઇ પટેલનો વિજય થયો છે. ગઇકાલે મતદાન પુર્ણ થયા બાદ મતગણત્રી હાથ ધરાતા પ્રમુખ ૧૨ મત અને મહામંત્રી ૯ મતે વિજયી થયા છે.
ગુજરાતની પ્રાથમીક શાળામાં ફરજ બજાવતા અંદાજે ૧ લાખ ૭૦ હજારથી વધુ શિક્ષકો શૈક્ષણીક સંગઠન ગુજરાત રાજય પ્રાથમીક શિક્ષક સંઘના સભ્યો છે. શિક્ષક સંઘના હોદેદારો કારોબારી સભ્યોની મુદત ૩૧ ઓકટોબરના પુર્ણ થઇ હતી. નવા હોદેદારોની ચુટણી યોજાઇ હતી.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
