<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

સંગઠન અને સેવામાં પી.આર. જાડેજાએ મોટુ યોગદાન આપેલ : ભૂપેન્‍દ્રસિંહ

ભાજપના અગ્રણીને શ્રધ્‍ધાંજલી આપતા પૂર્વમંત્રી

રાજકોટ, તા. રર : ભારતીય જનતા પક્ષના જનસંઘના સમયથી ભારતીય જનતા પક્ષમાં કાર્યરત  ગોંડલના અગ્રણી શ્રી પી આર.જાડેજાના અવસાન બદલ પૂર્વ મંત્રી શ્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ દુઃખની લાગણી વ્‍યક્‍ત કરી છે. પોતાના શોક સંદેશમાં શ્રી ચુડાસમાએ  શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્‍યું છે કે સ્‍વર્ગસ્‍થ શ્રી પી આર જાડેજા એ ગુજરાતમાં જનસંઘના સમયથી સંપૂર્ણ કાર્યરત રહીને ગોંડલ અને આસપાસના વિસ્‍તારોમાં જન સંઘના સંગઠન અને ત્‍યારબાદ ભાજપના સંગઠનને મજબૂત બનાવવામાં ખૂબ મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

ગોંડલ નગરપાલિકામાં પણ તેઓએ ઉપપ્રમુખ તરીકેની યશસ્‍વી સેવાઓ બજાવીને પોતાના લોકાભીમુખ વહીવટની ગોંડલની જનતાને પ્રતીતિ કરાવી હતી. તેઓએ ગુજરાત મ્‍યુનિસિપલ ફાઈનાન્‍સ બોર્ડ ના ડિરેક્‍ટર તરીકે પણ જે તે સમયે ઉમદા સેવાઓ આપી હતી. તેમ ભૂપેન્‍દ્રસિંહે જણાવ્‍યું હતું.

(4:19 PM IST)