તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૩, સોમવાર
અગ્નિકાંડ કેસઃ ચારેય આરોપીઓની જામીન અરજી ફગાવાઇ : જમીન માલીક અશોકસિંહ જાડેજા, આસી. ફાયર, ઓફીસર ઇલેશ ખેર, આસી. ટાઉન પ્લાનર ગૌતમ જોષી અને રાજેશ મકવાણાએ જામીન પર છૂટવા અરજી કરી હતીઃ આરોપીઓ વિરૂધ્ધ ડોકયુમેન્ટરી પુરાવો છેઃ સમાજ અતિ ગંભીર એવા આ કેસના આરોપીઓને જામીન આપી શકાય તેવા કેસ નથીઃ સ્પે. પી. પી. તુષાર ગોકાણી3:17 PM IST
કમ સે કમ ભગવાનને તો રાજકારણથી દુર રાખો : તિરૂપતિ લાડુ વિવાદ પર સુપ્રિમ કોર્ટની આકરી ટિપ્પણી : લાડુ વિવાદ મામલે સુપ્રિમ કોર્ટમાં થઇ સુનાવણી : જે લોકો બંધારણીય પદો પર બેઠા છે તેમની પાસે આશા રાખવામાં આવે છે કે તેઓ રાજકારણથી ભગવાનને દુર રાખે : SITની તપાસના આદેશ આપ્યા તો પ્રેસ પાસે જવાની શું જરૂર હતી : આંધ્ર સરકારનો કાન પકડતી કોર્ટ3:08 PM IST
પીડિતાનું નામ-ઓળખ જાહેર કરનારા સોશિયલ મીડિયા સામે સુપ્રીમ કોર્ટ નારાજ :મમતા સરકારની પણ ઝાટકણી કાઢી : સુપ્રીમ કોર્ટનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આકરા શબ્દોમાં વાંધાજનક પોસ્ટ હટાવવા આદેશ કેન્દ્ર સરકારને પણ એક નોડલ અધિકારી નિયુક્ત કરવા આદેશ આપ્યો જે આ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયામાંથી હટાવી શકે.11:37 PM IST
કેન્દ્ર સરકારે પુર અસરગ્રસ્ત ગુજરાત સહિત 3 રાજ્યો માટે 675 કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી : મણિપુર ને 50 કરોડ, ત્રિપુરા ને 25 કરોડ સહાય અને ગુજરાતને 600 કરોડની સહાયની જાહેરાત કરી :આ વર્ષે ભારત સરકારે SDRFમાંથી 21 રાજ્યોને 9044.80 કરોડ રૂપિયા, રૂ. NDRF તરફથી 15 રાજ્યોને રૂપિયા 4528.66 કરોડ રૂપિયા આપ્યા 11:30 PM IST
મદ્રાસ હાઈકોર્ટે સોમવારે તામિલનાડુ સરકારને આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશન સામે નોંધાયેલા તમામ ફોજદારી કેસોની વિગતો સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો : આરોપો પાછળના સત્યને સમજવા માટે વધુ વિચાર-વિમર્શની જરૂર છે - મદ્રાસ હાઈકોર્ટ : જસ્ટિસ એસ.એમ. જસ્ટિસ સુબ્રમણ્યમ અને વી. શિવગનમની બેન્ચે જણાવ્યું હતું કે ફાઉન્ડેશન સામે ઘણી ફોજદારી ફરિયાદો હોવાથી આ મુદ્દા પર વધુ ચર્ચા કરવાની જરૂર9:07 PM IST
મોદી સરકાર રિયલ ટાઈમ મોનિટરિંગ અને સરળ જીએસટી સ્લેબ સાથે ટેક્સ સિસ્ટમમાં ફેરફાર કરવા જઈ રહી છે : ન્યુઝફર્સ્ટનો અત્યંત ગોપનીય સ્ફોટક અહેવાલ : સરકાર તરફથી સત્તાવાર વિગતોની જોવાઈ રહી છે રાહ : સંભવિત ૧લી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ, સરકાર મોટા ફેરફારો અને નવા માળખા સાથે નવો આવકવેરા કાયદો રજૂ કરી શકે છે - ન્યુઝ ફર્સ્ટ8:55 PM IST
પત્રકાર - લેખક - ફિલ્મમૅકર આશુ પટેલના 8 અને હાસ્યકાર - લેખક સુભાષ ઠાકરના 3 સહીત કુલ 11 પુસ્તકોનું નવભારત સાહિત્ય મંદિર દ્વારા લોકાર્પણ : સમાજના વિવિધ ક્ષેત્ર ના મહાનુભાવો - કલાકારોની ઉપસ્થિતિ : આશુભાઈની બેસ્ટ સેલર બુક સુખનો પાસવર્ડની ચૌદમી આવૃત્તિ લોન્ચ થઈ : પુસ્તકોનું લોકાર્પણ મુંબઈના ભવન્સ કૉલેજ કૅમ્પસ સ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટર દ્વારા હકડેઠઠ ભરાયેલા એસ.પી. જૈન ઓડિટોરિયમમાં 21 સપ્ટેમ્બરની સાંજે યોજાયું7:59 PM IST
જ્યારે રાહુલ ગાંધીએ કુમારી શૈલજા અને ભૂપેન્દ્ર હુડ્ડાના એવી રીતે હાથ મિલાવ્યા બંને નેતાઓ સ્તબ્ધ રહી ગયા : હરિયાણા કોંગ્રેસમાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને કુમારી સેલજા વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસો: બંને નેતાઓ સીએમ પદને લઈને કોઈપણ પ્રકારની સમજૂતી કરવા માંગતા નથી: વિજય સંકલ્પ રેલી દરમિયાન અલગ જ ચિત્ર જોવા મળ્યું.7:17 PM IST
મધ્યપ્રદેશના સિધી જિલ્લાના ધૌહાનીમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકરો સદસ્યતા અભિયાન માટે નેટવર્કના અભાવે ઝાડ પર ચઢી ગયા : મિસ્ડ કોલ આપીને ઝુંબેશને વેગ આપ્યો : કોઈપણ કાર્ય ગમે તેટલું મુશ્કેલ હોય, જ્યારે મનમાં ઈચ્છાશક્તિ, વફાદારી અને સમર્પણ હોય તો દરેક કાર્ય શક્ય બને : ભારતીય જનતા પાર્ટીના રાજ્ય મંત્રી રાજેશ પાંડે4:49 PM IST
મિથુન ચક્રવર્તીને મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ : સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે : આ પુરસ્કાર ૮ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ ૭૦મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન અભિનેતાને આપવામાં આવશે : ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિથુનની સફર પ્રેરણાદાયી રહી છેઃ તેમની સિનેમેટિક જર્ની પેઢીઓને પ્રભાવિત કરે છે : કેન્દ્રીય મંત્રી 10:59 AM IST
અમેરિકા જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશીના સમાચાર : પ્રવાસીઓ, કુશળ શ્રમિકો- સ્કીલ્ડ લેબર તથા વિદ્યાર્થીઓ સહિત ભારતીય યાત્રીઓ માટે વધારાના 2,50,000 વિઝાને મંજૂરી આપી : નવા સ્લોટમાંથી લાખોની સંખ્યામાં ભારતીય અરજદારોને સમયસર ઇન્ટરવ્યૂ આપવામાં મદદ મળશે :તેનાથી યાત્રીઓને વધારે સુવિધાજનક બનાવી શકાશે5:59 PM IST
વિદેશી રોકાણકારોની ભારે વેચવાલીને કારણે શેરબજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 1270 પોઈન્ટ તૂટતા રોકાણકારોએ ₹3.55 લાખ કરોડ ગુમાવ્યા : નિફ્ટી ઘટીને 25,800ની નજીક બંધ રહ્યો : વિદેશી રોકાણકારોએ ભારતની સરખામણીમાં ચીનના શેરના સારા દેખાવની અપેક્ષાએ વેચાણ કર્યું : BSE લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ આજે ઘટીને રૂ. 474.38 લાખ કરોડ 5:05 PM IST
ચીને ભારતીય સરહદ નજીક એક મિસાઈલને તોડી પાડવાનું પરીક્ષણ કર્યું : ચીને ભારતની બ્રહ્મોસ મિસાઈલના જોખમને ધ્યાનમાં રાખીને આ પરીક્ષણ કર્યું : ફુદાન યુનિવર્સિટીના ડેપ્યુટી ડાયરેક્ટર લિન મિનવાંગનું કહેવું છે કે આ પરીક્ષણ દ્વારા ચીન ભારતને બતાવવા માંગે છે કે તેની પાસે ભારતની મિસાઈલને તોડી પાડવાની ક્ષમતા 5:01 PM IST
ભારતીયો તહેવારોની મોસમમાં ખરીદીના મૂડમાં : ઓફરની લાલચથી હોય છે પ્રેરિત : ખરીદી કરતી વખતે હંમેશા બાર્ગેન અને ડિસ્કાઉન્ટને પ્રાધાન્ય આપે છે : લોકો ઈલેક્ટ્રોનિક્સ અને ૪૮.૧૩ ટકા જ્વેલરી ખરીદવાની તૈયારી કરી રહ્યા છેઃ તહેવારોની સિઝનમાં ભારે શોપિંગ કરવાનું વિચારી રહેલા ભારતીયો - સર્વે : સર્વેમાં સામેલ ૬૩.૮૨ ટકા ઉપભોક્તાઓએ કહ્યું કે તેઓ ડિસ્કાઉન્ટ અને ઑફર્સ દ્વારા ખરીદી કરવા પ્રેરિત છે : ૪૮.૭૭ ટકા લોકોએ કહ્યું કે તેઓ પરંપરા અને સાંસ્ક્રુતિક મહત્વ દ્વારા ખરીદી કરવા પ્રેરિત છે10:18 AM IST
એલોન મસ્કની કંપની SpaceX એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ફસાયેલા અવકાશયાત્રીઓ, સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર, જેઓને પાછા લાવવા માટે એક મિશન શરૂ કર્યું : બંને અવકાશયાત્રીઓ ફેબ્રુઆરી 2024 સુધી ISS પર રહેશે અને SpaceX કેપ્સ્યુલ પર પાછા ફરે તેવી અપેક્ષા : વિલ્મોર અને વિલિયમ્સને મૂળ રીતે બોઇંગની પ્રથમ ક્રૂડ સ્ટારલાઇનર ફ્લાઇટના ભાગ રૂપે માત્ર એક અઠવાડિયા માટે અવકાશમાં મોકલવામાં આવ્યા હતા : ટેકનિકલ સમસ્યાઓના કારણે બોઇંગનું સ્ટારલાઇનર તેમને અવકાશમાંથી પરત લાવી શક્યું ન હતું ,જેના કારણે માત્ર એક સપ્તાહ માટે અવકાશયાત્રા પર ગયેલા આ બંને અવકાશયાત્રીઓ હવે 8 મહિના અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સ્વદેશ પરત ફરશે4:19 PM IST
પુણેમાં ગેરકાયદેસર મસ્જિદ અને મદરેસામાં બુલડોઝર ચાલ્યું : ઓવૈસી ગુસ્સે થયા:સીએમ શિંદેને પૂછ્યા પ્રશ્નો : પુણેના મુસ્લિમો મસ્જિદ અને મદરેસા પર બુલડોઝરની કાર્યવાહીનો સખત વિરોધ:રાત્રે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો તેને બચાવવા ત્યાં પહોંચી ગયા:તંત્રે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરી દીધા2:09 PM IST
સરકાર એક વિષકન્યા જેવી છે, તે જેની સાથે જાય તેને ડુબાડી દે છે. તમે આ જાળમાં ન પડો.': કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીનુ ચર્ચાસ્પદ નિવેદન : મારા પુત્રએ મને પૂછ્યું કે 450 કરોડ રૂપિયાની સબસિડી ક્યારે મળશે. મેં કહ્યું કે, ભગવાનને પ્રાર્થના કરો, કારણ કે આમાં કોઈ વિશ્વાસ નથી. સબસિડી આપવામાં આવશે કે નહીં તે અંગે કંઈ કહી શકાય નહીં1:27 PM IST
આઠ રૂપિયામાં શાહી પનીર અને પાંચ રૂપિયાની દાલ મખની કયારે મળતાં હતાં ? : ૪૦ વર્ષ પહેલાંનું રેસ્ટોરાંનું બિલ વાયરલ : સોશ્યલ મીડિયા પર ફુલ ડિનરનું બિલ ૨૮ રૂપિયાનું હોય એવી તસવીર ફરી રહી છે : ૧૯૮૫ની સાલના આ બિલમાં આઠ રૂપિયામાં શાહી પનીર, પાંચ રૂપિયામાં દાલ મખની, પાંચ રૂપિયામાં રાયતું અને સાડાછ રૂપિયાની રોટલી છે3:37 PM IST
હિઝબુલ્લાહ ચીફ નસરાલ્લાહનો મૃતદેહ મળી આવ્યો9:37 AM IST
કાનપુરમાં ફરી ટ્રેન ઉથલાવવાનું ષડયંત્રઃ ટ્રેક પરથી ગેસ સિલિન્ડર મળ્યું : ૪૫ દિવસમાં ચોથી ઘટના, ષડયંત્ર પાછળ કોનો હાથ ? ટ્રેનમાં ગેસ સિલિન્ડર પાન સાથે બાંધેલા છે, તો પાટા પર કેવી રીતે પડ્યા, તપાસ શરૂ : બદમાશો ટ્રેનને પલટી મારવાની યોજના બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે : પુષ્પક એક્સપ્રેસના ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી હતી : જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી11:44 AM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૫10:50 AM IST
AAP સરકાર એક્શનમાં: કેજરીવાલના પત્ર પર, CM આતિશી અને AAP ધારાસભ્યો રસ્તા પર ઉતરશે: નિરીક્ષણ બાદ ખરાબ રસ્તાઓનું સમારકામ કરવામાં આવશે. : સીએમનો દાવો છે કે દિવાળી સુધીમાં દિલ્હીના રસ્તાઓ ખાડામુક્ત થઈ જશે. સીએમ આતિશી સધર્ન અને સાઉથ ઈસ્ટર્ન ગોપાલ રાય નોર્થ ઈસ્ટર્ન કૈલાશ ગેહલોત વેસ્ટર્ન અને સાઉથ વેસ્ટર્ન ઈમરાન હુસૈન સેન્ટ્રલ અને નવી દિલ્હી સૌરભ ભારદ્વાજ ઈસ્ટ અને મુકેશ અહલાવત ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિલ્હીના રસ્તાઓનું નિરીક્ષણ કરશે9:01 PM IST
વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ ગણાતા BCCIની સોશિયલ મીડિયામાં ભારે મજાક: ભીના ક્રિકેટ ગ્રાઉન્ડને સુકવવા માટે ટાંચા સાધનો : કાનપુર ટેસ્ટના ત્રીજા દિવસે વરસાદનું એક ટીપું પણ નહોતું પડ્યું પરંતુ તેમ છતાં એક પણ બોલ ફેંકાયો ન હતો: ભીના ગ્રાઉન્ડને બે દિવસ સુધી સુકવી શકાયુ નહોતું: આ ઘટનાને લઈને ક્રિકેટ પ્રેમીઓ ભારે નારાજ9:27 PM IST
70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને ટૂંક સમયમાં આયુષ્માન ભારત યોજનાનો લાભ તુરંતમાં જ મળશે : આરોગ્ય મંત્રાલયે તમામ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોને પત્ર લખીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 70 વર્ષ અને તેથી વધુ વયના લોકો માટે આયુષ્માન ભારત યોજના માટે નોંધણીની સુવિધા પૂરી પાડવા જણાવ્યું 10:00 PM IST
જો પાકિસ્તાને ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા હોત તો ભારતે પાકિસ્તાનને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી માંગેલા પેકેજ કરતાં વધુ મોટું બેલઆઉટ પેકેજ આપ્યું હોતઃ રાજનાથ સિંહએ પાકિસ્તાન પર નિશાન સાધ્યુ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014-15માં જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે વિશેષ પેકેજની જાહેરાત કરી હતી, જે હવે 90,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈઃ રાજનાથ સિંહ10:38 PM IST
દિલ્હી પોલીસની AATS ટીમને મળી મોટી સફળતાઃ કાર ચોરી કરનાર ગેંગના ૬ સભ્યોની સકંજામાં લીધા વિધાનસભાની ચૂંટણી લડી ચુકલા એક નેતાજી કાર ચોરતી ગેંગના સભ્ય નીકળ્યા : નેતાજી ચંદ્રશેખરની પાર્ટી આઝાદ સમાજ પાર્ટીની ટિકિટ પર મેરઠની કિથૌરી સીટથી વિધાનસભા ચૂંટણી લડ્યા છેઃ પોલીસે તેની પાસેથી 5 ચોરાઉ વાહનો કબજે કર્યા 11:06 PM IST
RERA કાયદો વિકાસકર્તાઓને કબજો સોંપતા પહેલા વ્યવસાય અને પૂર્ણતા પ્રમાણપત્રો જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો મેળવવાની ફરજ પાડે છે: પીયૂષ ગોયલે : ઓક્યુપેશન સર્ટિફિકેટ નથી ન હોવાની કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલને 5 થી 6 વર્ષ સુધી સંપૂર્ણ રીતે તૈયાર મકાનમાં પ્રવેશી શક્યા નહોતાઃ પીયૂષ ગોયલે કર્યો શેર ખરાબ અનુભવ11:11 PM IST

મહિલા મોરચો

ભગવા રેલી….

જલ સહેલી ગ્રૂપ

વર્લ્ડ હાર્ટ ડે …..
અકિલા સોશ્યિલ મીડિયારાજપીપળાથી રામગઢ જતો કરજણ નદી પરનો પુલ ત્રીજી વખત થોડોક બેસી જતા પોલીસ ગોઠવવી પડી : પુલના નાકે પોલીસ મૂકી ભારે વાહનો માટે પુલ બંધ કરાયો :ભૂતકાળમાં બે વખત પુલનો એક પિલ્લર અંદર બેસી ગયો હતો અને પેલા છેડે રોડ બેસી જતા મોટું ગાબડું પડ્યું હતું:ભૂતકાળમાં આ ગાબડામાં એક બાઈક સવાર રાત્રીના અંધારામાં ખાબકતા ગંભીર ઇજા બાદ મોતને પણ ભેટ્યો હતો11:19 PM IST
સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ અને પવનના કારણે તારાજી: જિલ્લામાં 300 સ્થળે વીજ પુરવઠો બંધ થયાની ફરિયાદ : ભારે પવનના કારણે 50થી વધુ વીજપોલ અને TC ક્ષત્રિગ્રસ્ત થયા: લખતર અને મૂળી વિસ્તારના 10 થી વધુ ગામોમાં 72 કલાકથી વીજળીનો પુરવઠો ખોરવાયો:વીજળીના અભાવે ખેડૂતોને હાલાકી :72 કલાક બાદ પણ વીજ પુરવઠો ઠપ્પ8:04 PM IST
૭મી સુધી દ.ગુજરાત સિવાયના વિસ્તારોમાં મેઘરાજાનો વિરામ : ફીરોઝપુર, સીરસા, ચુરૂ, અજમેર, માઉન્ટ આબુ, ગુજરાતના ડીસા, સુરેન્દ્રનગર, જુનાગઢમાં ચોમાસાની વિદાય વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલની ૧ ઓકટોબરથી ૭ ઓકટોબર સુધીની આગાહી : આગાહી સમયમાં દ.ગુજરાતમાં થોડા દિવસ છુટાછવાયા ઝાપટા અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એકાદ બે દિવસ છુટાછવાયા ઝાપટાની સંભાવના : મુખ્યત્વે વાતાવરણ સુકુ રહેશે3:53 PM IST
યુવાનો નવીન ટેકનોલોજીની પ્રેક્ટીકલ તાલીમ મેળવી શકે તે માટે કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સીટીને એમ.જી મોટર્સ-હાલોલ દ્વારા બે સ્ટેટિક વાહનો અપાયા : ગાંધીનગર ખાતે કૌશલ્ય વિકાસ મંત્રી બલવંતસિંહ રાજપૂતને એમ.જી. મોટર્સના પ્રતિનિધિઓએ વાહનોની ચાવી અર્પણ કરી : રૂ. ૪૫ લખની કિંમતના બે વાહનો પૈકી એક વાહન અમદાવાદની ITI - કુબેરનગરને અને બીજું વાહન મહીસાગરના ITI – લુણાવાડાને અપાશે જેની મદદથી મિકેનિક-ઇલેક્ટ્રિક વ્હીકલ , મિકેનિક મોટર વ્હીકલ તેમજ ઓટોમોબાઇલ સેક્ટરના અન્ય અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને નવીન ટેકનોલોજીની પ્રાયોગીક તાલીમ આપી શકાશે : બલવંતસિંહ રાજપૂત2:36 PM IST
૭૫ એવોર્ડ મેળવી ઇતિહાસ રચનાર આરસીસી બેંકને વધુ બે એવોર્ડ એનાયત : એવોર્ડ વિતરણ માટે પરફોર્મન્સ આધારીત બેંકોની પસંદગી કરવા બેંકના સીઇઓ ડો.પુરૂષોત્તમ પીપરીયાની જ્યુરી તરીકે નિમણુંક થયેલ તે આરસીસી બેંક માટે ખૂબ જ ગૌરવવંતી બાબતઃ ડો.બીનાબેન કુંડલીયા : પૂર્વ ચેરમેનશ્રી જયંતીભાઇ કુંડલીયાના ગ્રાહક સેવાના સિઘ્ધાંતને અનુસરી બેંકને આજે અન્ય બે એવોર્ડ પ્રાપ્ત થતા આરસીસી બેંક સ્ટાફ પરીવાર હર્ષની લાગણી અનુભવી રહી છેઃ ડો.પુરૂષોત્તમ પીપરીયા : ડો. પુરૂષોત્તમ પીપરીયાની સુજબુજ અને સાથી કર્મચારીઓના ઉમદા સહયોગ થકી બેંકની સિઘ્ધીઓ આ મુકામ પર પહોંચી છેઃ પ્રકાશ શંખાવલા : આરસીસી બેંક ગ્રાહકોને અનેક પ્રકારની ડીજીટલ સર્વિસ આપવામાં મોખરાના સ્થાને રહેલ છે જે બેંક માટે ખૂબ જ ગૌરવવંતી બાબતઃ જુલીબેન પીપરીયા3:43 PM IST
ગુજરાતમાં લાભ પાંચમ બાદ તા. ૧૧મી નવેમ્બરથી ૯૦ દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી થશે: કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલ : ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને લક્ષ્યમાં લઈને કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારનું વિશેષ આયોજન:ખેડૂતો તા. ૩ થી ૩૧ ઑક્ટોબર સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે:ગાંધીનગર ખાતે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક કૃષિ મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ6:59 PM IST
૧૮ થી ૨૦ લાખની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત ‘પક્ષી જીવન' માટે ‘સ્વર્ગ' તરીકે ઉભરી આવ્યું : ગુજરાતમાં ‘બર્ડ ડાયવર્સિટી રિપોર્ટઃ ૨૦૨૩-૨૪'જાહેર : પક્ષી ગણતરીની વિશેષતાઓઃ દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ ૪૫૬ પ્રજાતિઓ જયારે કચ્છમાં સૌથી વધુ ૪.૫૬ લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યાઃ સૌથી વધુ ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ સાથે નળ સરોવર બન્યું ‘હોટસ્પોટ': સર્વેક્ષણ દરમિયાન ૩૦૦થી વધુ પક્ષી પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કરાયું4:34 PM IST
નવનિર્મિત હીરામણિ આરોગ્યધામના સહયોગીઓનું સંતોના સુભાષિસ સાથે સન્માન : ગાંધીનગર અડાલજમાં નવનિર્માણ પામેલ હીરામણિ આરોગ્યધામ ડે-કેર હોસ્પિટલના દાતાઓ અને શુભેચ્છકો શ્રી ઇશ્વરચરણ સ્વામી, શ્રી અક્ષતવત્સલ સ્વામી, શ્રી યોગી સ્મરણ સ્વામીના હસ્તે સન્માન કરાયેલ. સંતોએ નરહરિ અમીન, વરૂણ અમીન, વગેરેને આશીર્વાદ આપ્યા હતા.3:43 PM IST
હું ઘર પરિવારને મદદ ન કરી શકી, બીજાનું જોઇને ઓવરથીંકીંગ કરતી'તી...ચિઠ્ઠી લખી રાજકોટમાં માંગરોળની જીજ્ઞેશાનો આપઘાત : મેટોડા સિલ્વર કંપનીમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થતીઃ એક ભાઇથી નાની હતીઃ સાથે રહેતી રૂમ પાર્ટનર યુવતિ બહારથી આવી ત્યારે ઘટનાની જાણ થઇઃ છતના હુકમાં દૂપટ્ટો બાંધી દેહ લટકાવી દુનિયા છોડીઃ પરિવારમાં અરેરાટી11:04 AM IST
ઢોલના ધબકારે ને ઝાંઝરના ઝણકારે... સંગીતના સૂરે... મા ખોડલ પધારે : શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ - વેસ્ટ ઝોન રાજકોટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું મવડી વિસ્તારમાં જાજરમાન આયોજન : ૧૦ હજાર ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવશે : અનાથ આશ્રમના બાળકોના હસ્તે આરતી, ભાવતા ભોજનીયા કરાવાશે : સજ્જડ સુરક્ષા વ્યવસ્થા4:32 PM IST
બેંક સાથે છેતરપીંડીના ગુનામાં બાવીસ વર્ષથી ફરાર રાજકોટના શખ્સને પેરોલ ફરલો સ્ક્વોડે પુણેથી પકડયો : ખોટા દસ્તાવેજને આધારે અલ્હાબાદ બેંકમાંથી લોન લઇ લેતાં ભક્તિનગર પોલીમસાં ગુનો નોંધાયો હતો પુણેમાં સ્થાયી થઇ પ્રાઇવેટ નોકરી કરતો હતોઃ બીજી કામગીરીમાં ડીસીબીના દારૂના ગુનામાં નવ વર્ષથી ફરાર શખ્સને પાંચવડાથી પકડી લેવાયોઃ પીઆઇ સી.એચ. જાદવ, પીએસઆઇ જે. જી. તેરૈયાની ટીમની કાર્યવાહી સજાના વોરન્ટમાં ૬ માસથી ફરાર લલીતને ગાંધીગ્રામ પોલીસે પકડી લીધો1:56 PM IST
૪ મકાનોમાં ચોરી, પાંચમાં પ્રયાસ કરી ફરીથી રેકી કરતા'તા ત્યાં રીઢા તસ્કર બાપ-બેટો પકડાઇ ગયા : છરી, કાતર, ગણેશિયો, પકડ, બેટરી સાથે રાખતાં: માથે વિગ પહેરી બુકાની બાંધી ત્રાટકતાં: બાપ ૧૫ ગુનામાં, દિકરો ૧૧ ગુનાઓમાં સામેલઃ ગાંધીગ્રામ-યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારને બે મહિનાથી ધમરોળતા'તા જેલમાં ગયા, છુટીને ફરી ચોરીઓ ચાલુ કરીઃ રાજસ્થાનના વતની પિતા-પુત્રને એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે.વી. ગોહિલ, રાજેશભાઇ, શક્તિસિંહ, રાહુલભાઇ સહિતની ટીમે દબોચ્યા2:54 PM IST
પ્રાચીન સંસ્કૃતિ સંગ ધોળકીયા સ્કુલનો નવરાત્રી મહોત્સવ : સર્વ મંગલ માંગલ્યે... શિવ સર્વાથ સાધિકે... શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે... : ધોળકીયા સ્કુલની ૩૦૦ દિકરીઓ પ્રાચીન રાસની રમઝટ બોલાવશે : લાઇવ સંગીતના સથવારે કલાત્મક રાસ રજૂ કરશે : આસો નવરાત્રી મહાપર્વની ઉજવણીની ટ્રસ્ટી જીતુભાઇ ધોળકીયાના નેતૃત્વમાં શાળાના આચાર્ય શિક્ષકો દ્વારા તૈયારીઓ ધમધમાટ : ફેસબુક અને યુ-ટયૂબ ઉપર લાઇવ પ્રસારણ થશે 3:48 PM IST
ઢોર ડબ્બામાં ૧૦ ગાયોના મોત ભુખમરાથી : સાગઠીયા-ભારાઇનો આક્ષેપ જુઓ વિડિયો : મનપાના જીવદયા ગ્રુપ સંચાલીત ઢોર ડબ્બામાં કોંગ્રેસ કોર્પોરેટરોનું સરપ્રાઇઝ ચેકીંગ : પાલામાં ૭૦થી૮૦ ટકા માટી મળી આવી : ગાયને સાચવી ન શકતા હોય તો તેને પકડવાનો તંત્રને અધિકાર નથી : વશરામભાઇ-કોમલબેનની સાફ વાત : રોગ પ્રતિકારક શક્તિઓછી, બીમારી તથા પ્લાસ્ટિકથી મોત થયાનો મનપા તંત્ર વાહકોનો દાવો4:23 PM IST
રિક્ષાગેંગના ધનજી ઉર્ફ ધનાએ ૪ સાગ્રીતો સાથે મળી છ મુસાફરોના ખિસ્સા કાપ્યાઃ ભેદ ખુલ્યો : બેડી ચોકડી, યાર્ડ, વાંકાનેર બાઉન્ડ્રી, બસ સ્ટેશન, મોચી બજાર પાસે ગુના આચર્યા હતાં : ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, પીએસઆઇ મોવલીયા, રણજીતસિંહ પઢારીયા, વિજયરાજસિંહ, તુલસીભાઇ સહિતની ટીમનું ડિટેક્શર્ન સાગ્રીતો અમિત, શાહીના, વિશાલ, રાહુલની શોધખોળ11:45 AM IST
અકિલા-લોહાણા મહાજન રાસોત્સવઃ પ્રચંડ પ્રતિસાદઃ કાલથી પાસ બુકીંગ બંધ : રાસ-ગરબાની રમઝટ બોલાવવા રઘુવંશી ખેલૈયાઓ અધીરા : તારીખ ૩ ઓકટોબરથી ૧ર ઓકટોબર ર૦ર૪ દરમ્યાન હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્ડ, માધાપર સર્કલ, રાજકોટ ખાતે ખેલૈયાઓ મન મૂકીને થીરકશેઃ સલામતી સાથેનું સંપૂર્ણ પારિવારીક વાતાવરણ : પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના વિજેતાઓને દરરોજ આકર્ષક ઇનામોઃ મેગા ફાઇનલમાં વિજેતાઓને કુલ ૮૦ ગ્રામ ગોલ્ડ, એકટીવા, બાઇક, લેપટોપ, હોમથીયેટર, ટી.વી., મોબાઇલ, ટેબલેટ સહિતના અધ...ધ..ધ.. ઇનામો : સુપ્રસિધ્ધ એસ. ડી. ગઢવી ઓર્કેસ્ટ્રાના સંગાથે જયદાન ગઢવી, ગાથા પોટા, ધૈર્ય રાજપરા, પ્રિયા કેવિન પરમાર સહિતના ગાયક કલાકારો તથા સાત સભ્યોની કોરસ સીંગર્સ ટીમ નવરાત્રી મહોત્સવને ચાર ચાંદ લગાવી દેશેઃ એન્કર તરીકે શીવરામસિંહ ચુડાસમા જમાવટ કરશે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ- ટીમ દ્વારા અદ્ભૂત આયોજન3:48 PM IST
વોર્ડ નં.૧૩માં ધાર્મિક સહિતના ૪૪ ગેરકાયદે બાંધકામોનો કડુસલો : બુલડોઝર દોડયુઃ મવડી પ્લોટ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ટી.પી. રોડ ખુલ્લો કરવા ૨૨ નાના મકાનો, ૨૦ શેડ કેબીન તથા ઢોર વાડાના દબાણો દુરઃ ૨૫૦૦ ચો.મી. જમીન રૂા.૧.૨૫ કરોડની જગ્યા ખુલ્લી! સેન્ટ્રલ ઝોન ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા કાર્યવાહી3:56 PM IST
સહિયર રાસોત્સવના સથવારે ખૈલેયાઓ બોલાવશે રાસની રમઝટ : ખૈલેયાઓ માટે સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર બનશેઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ સુપ્રસિદ્ધ સિંગર રાહુલ મહેતા, અપેક્ષાબેન પંડ્યા અને તેજસ શિશાંગીયા પોતાના સૂર-તાલના સથવારે ખેલૈયાઓને ડોલાવશે આ વર્ષે ખેલૈયાઓ માટે ૧૨ વાગ્યા પછી દરરોજ બેક્સ્ટેજ શો ‘ફૂડ વીથ મ્યુઝિક'નું વિશેષ આયોજન 3:16 PM IST
શ્રી લોહાણા મહાજન-મોરબીના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છની આગેવાનીમાં બહોળી સંખ્યામાં મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ વિરપુર (જલારામ) મુકામે યોજાનાર રઘુવંશી મહાસંમેલનમાં જવા રવાના. : ટંકારા લોહાણા મહાજન, આમરણ લોહાણા મહાજન, બાલંભા લોહાણા મહાજન સહીતના મહાજનો ના અગ્રણીઓ મોરબી લોહાણા મહાજન સાથે વિરપુર જવા રવાના:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે તમામ રઘુવંશીઓ માટે નિઃશુલ્ક બસની વ્યવસ્થા કરતું મોરબી શ્રી લોહાણા મહાજન9:52 PM IST
કડક અધિકારીની છાપ, વાર્તાલાપ અને પ્રોપર પ્લાનિંગથી શાંતિપૂર્ણ રીતે ગીર સોમનાથમાં જિલ્લા પોલીસ વડા મનહરસિંહ જાડેજાની આગેવાનીમાં ડિમોલેશન કામ પૂર્ણ : સોમનાથ કોરિડોરની પરિકલ્પના પૂર્ણ થશે ત્યારે લોકો આ અધિકારીને યાદ કરશે : મનોહરસિંહ જાડેજા કડક અધિકારીની છાપ ધરાવે છે. તેઓ અગાઉ નર્મદા જિલ્લામાં અને રાજકોટના ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી છે. ગીર સોમનાથ જિલ્લામાં તેની સાથે એલસીબી પીઆઇ તરીકે અરવિંદસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓની મજબૂત ટીમને કારણે સંવેદનશીલ ગણાતા વેરાવળ જિલ્લામાં શાંતિ સ્થાપવામાં તેઓ સફળ રહ્યા 5:00 PM IST
ગિરનાર ઉપર મેઘ તાંડવથી ગત વર્ષ જેવી જળબંબાકારની સ્થિતી સર્જાઇ : કલેકટર, કમિશનર, એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ પોલીસ તથા મનપાના કર્મચારીઓ ખડેપગે રહ્યા : રવિવારે ગિરનાર પર થયેલા મેઘ તાંડવ, જૂનાગઢમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ'તી : ૬થી વધુ લોકોનું રેસ્કયુ કરાયુ : વરસાદી પાણી દામોદર કુંડના પુલ સુધી પહોંચી ગયા'તા : કાળવા નદીના રૌદ્ર સ્વરૂપથી સર્વત્ર પાણી...પાણી...11:02 AM IST
સમગ્ર ગુજરાતના રઘુવંશીઓને એક કરીને ઝંપીશઃ જીતુલાલ : ચિક્કાર મેદની વચ્ચે ‘અખિલ ગુજરાત લોહાણા સમાજ'ના નવનિયુકત પ્રમુખનું વચન : સમાજમાં યુવાધનને મહત્વનું ગણીને શૈક્ષણિક, આરોગ્યલક્ષી, રોજગારલક્ષી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, લગ્ન વિષયક સેવાઓ વિગેરેને પ્રાધાન્ય આપવાનો જીતુભાઇએ કોલ આપ્યો : જ્ઞાતિ ઉત્કર્ષના કોઇપણ કાર્ય માટે રાજકોટ લોહાણા મહાજન હંમેશા જીતુભાઇ લાલની સાથે છેઃ રાજુભાઇ પોબારૂઃ જ્ઞાતિ સંગઠન તથા દિકરીઓ માટે છાત્રાલયની સુવિધા ઉપર ભાર મૂકતા પૂર્વ સ્પીકર અને ધારાસભ્ય નિમાબેન આચાર્ય : સમાજમાં ટાંટીયાખેંચ બંધ કરીને લોકોએ શ્રમદાન, બૌધ્ધિક તથા આર્થિક દાન કરવું જોઇએઃ જીતુભાઇ સોમાણી : જ્ઞાતિ સંગઠન અને રાજકીય વજન જ સાચી તાકાત છેઃ અશોકભાઇ લાલ : વિરપુર (જલારામ) ખાતેના રઘુવંશી મહાસંમેલનમાં સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી ૧૧પ જેટલા લોહાણા મહાજનના હોદેદારો-સભ્યો-જ્ઞાતિજનો ઉમટી પડયાઃ લકઝરી બસો, ગાડીઓના થપ્પે થપ્પાઃ ટ્રાફીક કલીયર કરાવતા પોલીસને પણ પરસેવો વળી ગયોઃ રઘુવંશીઓની ઐતિહાસિક હાજરી : પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચા, પાર્થ કોટેચા વિગેરેએ જ્ઞાતિ એકતાની હિમાયત કરી : સૌરાષ્ટ્ર-ગુજરાતના વિવિધ લોહાણા મહાજન તથા અગ્રણી સંસ્થાઓએ જીતુભાઇ લાલનું અદ્્કેરૂં સન્માન કર્યુ : પ.પૂ. જલારામબાપાના આશીર્વાદ લઇને જીતુભાઇ લાલે પ્રમુખપદ ધારણ કર્યુઃ પૂ. રસિકબાપાના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું. 12:09 PM IST
દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ચકચાર : પોલીસકર્મી પિતા સામે પુત્રના અપહરણની ફરિયાદ : પતિના ત્રાસથી તંગ આવી ગયેલ પરિણીતા માવતરે રીસામણે રહેતી હતી અને તેને કે તેના પુત્રને પતિ વર્ષો સુધી મળવા ના આવતા થોડા સમય પૂર્વે તેણીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવતા મૃતક મહિલાનો પુત્ર મામા સહિતના પિયર પક્ષ પાસે રહેતો હોય ત્યાંથી તેનું અપહરણ પોલીસકર્મી પિતા સહીત ત્રણ ઇસમોએ કર્યા અંગેની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાઈ 4:54 PM IST
પોરબંદરમાં સાંસ્કૃતિક વારસાને જાળવતી ભદ્રકાલી ગરબીને ૯૯ વર્ષ પૂર્ણ : દીવેચા કોળી સમાજની પ્રાચીન ગરબીનું સ્થાપનાની શતાબ્દી પૂર્ણ થવા તરફ પ્રયાણ : લાઉડ સ્પીકર વિનાની અને માત્ર પુરૂષો માટેની વર્ષોજુની ગરબી : ગરબીમાં રમનારા પુરૂષોને ટોપી પહેરવાનું ફરજીયાત હોય છે : વિશિષ્ટ ગરબીની અગાઉ અમેરિકાની યુનિવર્સિટીએ ડોકયુમેન્ટરીની બનાવીને વિશ્વભરમાં પ્રસિધ્ધી અપાવી હતી : એક પુરૂષના મુખે ગવાતા ગરબાને અન્ય પાંચ પુરૂષો ઝીલી લેતા ઉભું થતું અલૌકિક વાતાવરણ : આજના વ્યાપારીકરણના યુગમાં ટકી રહેલી એક અનોખી ગરબી : પ્રાચીન ગરબીમાં રામ-સિતા, શિવ-પાર્વતી સહિત ધાર્મિક પાત્રમાં વેશ ધારણ કરતા પુરૂષો11:29 AM IST
નવરાત્રી પ્રારંભે સંતના આશીર્વાદ 1:33 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
વિરાટ કોહલીએ કાનપુર ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચ્યો : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીના 27,000 રન પૂરા કર્યા : આ સિદ્ધિ મેળવનાર બીજો ભારતીય ખેલાડી બન્યો : તેમની પહેલા સચિન તેંડુલકર, કુમાર સંગાકારા અને રિકી પોન્ટિંગે આટલા રન પુરા કર્યા હતા : વિરાટ કોહલીએ 535 મેચની 594 ઇનિંગ્સમાં 27,000 રન પૂરા કર્યા છે. તેણે સૌથી ઓછી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી : 49ની એવરેજથી 8,900થી વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 29 સદી ફટકારી છે : રનના મામલે ઈંગ્લેન્ડના ગ્રેહામ ગૂચ (8,900)ને પણ પાછળ છોડી દીધા6:38 PM IST


























































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






































































































































































































