તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Wednesday, 24th July 2024
લિંબાયતમાં પાણી વચ્ચે ફસાયેલા પરિવારનું દિલધડક રેસ્ક્યુ : ફાયર વિભાગની ટીમે ટાયર ખેંચીને બાળકોને બોટમાં બેસાડ્યા
કમરુનગરમાં એક પરિવાર નાના બાળકો સાથે પૂરના 5 ફૂટ પાણીમાં ફસાઈ ગયો:ફાયર બ્રિગેડની ટીમે બાળકોને સેફ્ટી ટાયરની મદદથી દોરડા વડે ખેંચીને સુરક્ષિત બોટ સુધી પહોંચાડીને બહાર કાઢયા

સુરત શહેર-જિલ્લા સહિત ઉપરવાસમાં સતત ચાર દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે સુરત શહેરના વિવિધ વિસ્તારમાંથી પસાર થતી ખાડીઓના જળ સ્તરની સપાટી વધી જતા ખાડી નજીકના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં અંદાજિત ત્રણ હજારથી વધુ પરિવારો અસરગ્રસ્ત થયા છે, ત્યારે કેડસમા પાણીમાં શહેરની સામાજિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ, પીવાનું પાણી અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. એવામાં કમરુનગરમાં નાના બાળકો સહિતના પરિવારને રેસ્ક્યુ કરતા હોવાનો દિલધડક વીડિયો સામે આવ્યો છે.
સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા કમરુનગરમાં એક પરિવાર નાના બાળકો સાથે પૂરના 5 ફૂટ પાણીમાં ફસાઈ ગયો હતો. જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા દોરડા વડે ફસાયેલા પરિવાર સુધી પહોંચ્યી હતી. જ્યાં બાળકોને સેફ્ટી ટાયરની મદદથી દોરડા વડે ખેંચીને સુરક્ષિત બોટ સુધી પહોંચાડીને બહાર કાઢવામાં આવ્યા હતા.
ઉપરાંત પોલીસ, ફાયર બ્રિગેડે સંયુક્ત રેસક્યૂ કામગીરી કરીને મીઠી ખાડી વિસ્તારમાં ત્રણ દિવસથી ઘરમાં ફસાયેલા 85 વર્ષીય વૃદ્ધા સહિત પરિવારને સલામત રીતે સ્થળાંતરિત કર્યા હતા. વૃદ્ધાને ઘુંટણમાં દુ:ખાવો હોવાથી લિંબાયત પોલીસ ઈન્સ્પેકટર વી.એ.જોગરાણાએ વૃદ્ધાને હાથ વડે ઊંચકીને હેમખેમ બહાર લાવી આશ્રયસ્થાન પર પહોચાડ્યા હતા.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મીઠી ખાડી ભયજનક સપાટીથી અડધો મીટર દૂર નવ મીટરની સપાટીએ પહોંચી ગઈ છે. ખાડીનું પાણી બેક મારવાના લીધે આ વિસ્તારમાં ચારથી પાંચ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. લિંબાયતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા અને મીઠી ખાડી છલકાતા લિંબાયતના કમરૂનગરમાં બાળકો, મહિલાઓને રેસ્ક્યૂ કરાયા હતા
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
