<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

ભૂતાનના રાજવી અને વડાપ્રધાન અમદાવાદનો વિકાસ જોઇને ખૂબ પ્રભાવિત થયા

ચીક સેક્રેટરી, મુખ્‍ય પોલીસ વડા, કલેકટર અને સ્‍પેશ્‍યલ સીપી વિગેરેએ મુખ્‍યમંત્રી સાથે ભવ્‍ય વિદાયમાન આપ્‍યુ

રાજકોટ,તા. ૨૬: ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલ ભૂતાનના રાજવી અને વડાપ્રધાન શ્રી જીગ્‍મે ખેસર નામ ગ્‍યેલ વાંગચુક તથા વડાપ્રધાન શ્રી શેરિંગ તોબગેએ ગુજરાતની મુલાકાત પૂર્ણ કરતા પહેલા અમદાવાદ શહેરનું વિહંગાવલોકન કરેલ. વર્લ્‍ડ હેરિટેજ સિટી અમદાવાદનો વિહંગાવલોકન કરેલ, વર્લ્‍ડ હેરિટેજ સિટી અમદાવાદનો વિકાસ નિહાળી ખૂબ પ્રભાવિત થયા હતા.

ગુજરાતનો ત્રણ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પરત ફરતા ભૂતાનના રાજા શ્રી જીગ્‍મ ખેસર નામગ્‍યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શ્રી શેરિંગ તોબગેને મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય આપી હતી.

આ પ્રસંગે પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, ભારતના ભૂતાન ખાતેના રાજદૂત સુધાકર દલેલા, રાજ્‍યના મુખ્‍ય સચિવ શ્રી રાજ કુમાર, રાજ્‍ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, વિદેશ મંત્રાલયના સંયુકત સવિચ શ્રી અનુરાગ શ્રી વાસ્‍તવ, અમદાવાદના સંયુકત પોલીસ કમિશનર શ્રી અજય ચૌધરી, ચીફ પ્રોટોકલ ઓફિસર શ્રી જ્‍વલંત ત્રિવેદી, અમદાવાદ કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્‍ચ અધિકારીઓએ મહાનુભાવોને વિદાયમાન આપ્‍યુ હતું.

(10:41 AM IST)