<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

ગુજરાત સરકારનું અભિયાન હવે રંગ લાવી રહયું છેઃ મેન્‍ગ્રોવ વૃક્ષોનું કવર વધીને થયું ૧૧૭પ ચોરસ કીલોમીટર

મેન્‍ગ્રોવના સંરક્ષણ બાબતે બંગાળ પછી ગુજરાત બીજા નંબર પર

ગાંધીનગર : ગુજરાત મેગ્રોવ વૃક્ષોના સંરક્ષણ બાબતે દેશમાં અગ્રણી રાજયોમાં એક છે. દેશમાં મેન્‍ગ્રોવ કવર્ડ વિસ્‍તાર બાબતે ગુજરાત બંગાળ પછી બીજા નંબરે છે. ગુજરાતનો મેંગ્રોવ વૃક્ષોનો વિસ્‍તાર ૧૯૯૧માં ૩૯૭ ચોરસ કિલોમીટર હતો. જે ર૦ર૧માં વધીને ૧૧૭પ ચોરસ કિલોમીટર થઇ ગયો છે. રાજયના મહત્‍વપુર્ણ સમુદ્રી ઇકોસીસ્‍ટમને બચાવવા અને તેને પુનઃ સ્‍થાપીત કરવાના ગુજરાતના પ્રયાસો દર્શાવે છે.

ગુજરાત સરકારના મેંગ્રોવ રોપણ અને સંરક્ષણના સતત પ્રયાસોના કારણે આ શકય બન્‍યું છે. ગુજરાતમાં મેંગ્રોવ આચછાદન રાજયના ચાર મુખ્‍ય વિસ્‍તારોમાં વહેચાયેલું છે. તેમાં ૭૯૯ ચોરસ કિલોમીટર સાથે કચ્‍છ જીલ્લો મોખરે છે. મરીન નેશનલ પાર્ક અને અભયારણ્‍ય સહીત કચ્‍છની ખાડી જામનગર, મોરબી, પોરબંદર અનેદેવભુમી દ્વારકા જેવા વિસ્‍તારોનું ફુલ મેંગ્રોવ ર૩૬ ચોકસ કિલોમીટર છે.

ખંભાતના અખાત ઉપરાંત ડુમ્‍મસ-ઉભરાટ જેવા વિસ્‍તારો સહીત મધ્‍ય અને દક્ષિણ ગુજરાતમાં પણ આ કવર છે. તેમાં ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂ, સુરત, નવસારી અને વલસાડ જીલ્લાઓમાં ૧૩૪ ચોરસ કિલોમીટરનો વિસ્‍તાર સામેલ છે. અમરેલી, જુનાગઢ અને ગિર સોમનાથના સૌરાષ્‍ટ્રના વિસ્‍તારમાં પણ ૬ ચોરસ કિલોમીટરનું સામાન્‍ય કંવર છે.

રાજય સરકારે મેંગ્રોવ વૃક્ષોને પ્રોત્‍સાહન આપવાના ઉદેશથી ર૦૧૪-૧૫ થી ૨૦૨૨-૨૩ દરમ્‍યાન આ વૃક્ષોને રોપવાનું અભિયાન ચલાવ્‍યું હતું. ર૦ર૩-ર૪માં રાજયમાં ૬૯૩૦ હેકટર વિસ્‍તારમાં મેંગ્રોવ વાવવામાં આવ્‍યા હતા. ર૦ર૪-રપમાં ૧ર૦૦૦ હેકટરથી વધારે વિસ્‍તારમાં મેંગ્રોવ રોપવાની યોજના છે.

(2:40 PM IST)