News of Friday, 26th July 2024
મુખ્ય માહિતી કમિશનર તરીકે સુભાષ સોની : અન્ય ત્રણ માહિતી કમિશનરોની નિમણૂક
મનોજ પટેલ, સુબ્રહમણ્ય ઐયર અને નિખિલ ભટ્ટ નવા માહિતી કમિશનર

ગુજરાત મુખ્ય માહિતી કમિશનર શ્રી અમૃતભાઇ પટેલએ નિવૃતિ પૂર્વ આજે આયોગની કચેરીના તમામ અધિકારીઓ - કર્મચારીઓને મળીને પોતાની પ્રસન્નતા અને આભારની લાગણી વ્યકત કરેલ. તેમણે આયોગના સચિવ શ્રી જયદીપ દ્વિવેદી સાથે પણ મુલાકાત કરી હતી. બીજી તસ્વીર તેમના અનુગામી બનેલા નવા મુખ્ય માહિતી કમિશનર શ્રી સુભાષ સોનીની છે.
રાજકોટ તા. ૨૬ : ગુજરાત સરકારે રાજ્યના માહિતી આયોગના મુખ્ય કમિશનર અને અન્ય ત્રણ કમિશનરોની નિમણૂક કર્યાનું જાણવા મળે છે. કમિશનરોની કુલ છ જગ્યા પૈકી હવે ચાર જગ્યા પર નિમણૂક થઇ ગઇ છે. હજુ બે જગ્યા ખાલી છે. સરકારે નિવૃત્ત થઇ રહેલા મુખ્ય કમિશનર શ્રી અમૃતભાઇ પટેલની જગ્યાએ નવા સ્ટેટ ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકે ડો. સુભાષચંદ્ર આર. સોનીની નિમણૂક કરી છે. તેઓ સચિવાલય કેડરના અધિક સચિવ કક્ષાના નિવૃત્ત અધિકારી છે. અગાઉ આ જ આયોગમાં કમિશનર તરીકે રહી ચૂક્યા છે.
સરકારે માહિતી કમિશનર તરીકે મનોજ વી. પટેલ, નિખિલ ભટ્ટ (બંને નિવૃત્ત અધિક સચીવ) અને સુબ્રહમણ્ય ઐયરની નિમણૂક કરી છે. રાજ્યપાલ નવા મુખ્ય કમિશનર અને કમિશનરોને શપથ લેવડાવે પછી કામગીરીનો શુભારંભ કરશે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
