<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

ગુજરાતમાં ૭ મહિનામાં ઘરગથ્‍થુ પાઇપ ગેસ ધારકોની સંખ્‍યા ૧.૭પ લાખ વધી

કેન્‍દ્રીય પેટ્રોલીયમ અને કુદરતી ગેસ ખાતા દ્વારા આંકડા જાહેર ગત વર્ષે જુલાઇમાં ડોમેસ્‍ટિક PNG કનેકશન ૩૦.૭૮ લાખ હતાઃ જયારે ફેબ્રુઆરી ર૦ર૪ સુધીમાં ૩ર.પ૩ લાખ થયા

ગાંધીનગર, ૨૬ જુલાઈ, ૨૦૨૪:મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતળત્‍વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ રાજ્‍ય અગ્રેસર છે. આ વિઝનને આગળ લઇ જવામાં, નેચરલ ગેસના બહોળા ઉપયોગને પ્રોત્‍સાહન આપવામાં આવી રહ્યું છે અને ગુજરાતના ઘરોમાં પાઇપ્‍ડ નેચરલ ગેસ કનેક્‍શનની (PNG) સંખ્‍યા ઝડપથી વધી રહી છે. કેન્‍દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્‍લાનિંગ એન્‍ડ એનાલિસિસ સેલ દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર ઓગસ્‍ટ ૨૦૨૩થી ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં ગુજરાતમાં PNG કનેક્‍શનમાં પોણા બે લાખનો વધારો થયો છે.

જુલાઇ ૩૧, ૨૦૨૩ સુધીમાં, ગુજરાતમાં ડોમેસ્‍ટિક PNG કનેક્‍શનની સંખ્‍યા ૩,૦૭૮,૧૬૨ હતી જે ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪માં ૩,૨૫૩,૧૭૫ સુધી પહોંચી ગઇ છે.આ ૭ મહિનામાં ૫.૬%ના વધારા સાથે કુલ ૧૭૫,૦૧૩ કનેક્‍શનનો વધારો થયો છે, જે ઘરગથ્‍થુ વપરાશમાં એક નોંધપાત્ર પ્રગતિ છે. વ્‍યવસાયિક તેમજ ઔદ્યોગિક PNG કનેક્‍શનની સંખ્‍યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટોપ પર છે. ગુજરાતમાં અત્‍યારે ૨૩,૪૪૫ વ્‍યવસાયિક તેમજ ૫૭૮૬ ઔદ્યોગિક PNG કનેક્‍શન છે. આ સંખ્‍યા બાકીના રાજ્‍યો કરતા નોંધપાત્ર રીતે વધારે છે.

આ ઉપલબ્‍ધિ અંગે ગુજરાત રાજ્‍યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્‍યું હતું કે, છેલ્લા સાત મહિનામાં ગુજરાતના ઘરોમાં PNG કનેક્‍શનની સંખ્‍યામાં પોણા બે લાખનો વધારો થયો છે. વ્‍યવસાયિક અને ઔદ્યોગિક ગેસ કનેક્‍શનની સંખ્‍યામાં પણ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. આ નોંધપાત્ર પ્રગતિ છે અને વડાપ્રધાનના વર્ષ ૨૦૭૦ સુધી કાર્બન ઉત્‍સર્જનને નેટ ઝીરો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ગુજરાત મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની આગેવાનીમાં સુંદર રીતે પ્રગતિ કરી રહ્યું છે.

આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં PNG નેટવર્ક પહોંચાડવામાં સફળતા મળી છે. ગુજરાત સરકારના જાહેર ક્ષેત્રના એકમ ગુજરાત સ્‍ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) હસ્‍તકની ગુજરાતની અગ્રણી કંપની ગુજરાત ગેસ લિમિટેડના (GGL) પાઇપલાઇન નેટવર્કમાં છેલ્લા દસ વર્ષમાં ૧૫૮ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૪ના માર્ચ મહિનામાં GGLનું નેટવર્ક ૧૩,૫૧૭ કિલોમીટર હતું જે માર્ચ ૨૦૨૪ સુધી વધીને ૩૪,૮૩૨ કિલોમીટર સુધી પહોંચ્‍યું છે.

(3:58 PM IST)