<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

વીજ તંત્રમાં વર્ગ-રની એચ.આર. એકઝીકયુટીવની ભરતીમાં એક વર્ષે મૌખીક ઇન્‍ટરવ્‍યુ લેવાયા ?! પરંતુ પરીણામ બે વર્ષે જાહેર કરાયું !!

કોર્ટે પણ પરીણામ સીલ બંધ કવરમાં રજુ કરવાના આદેશો કર્યા હતાઃ છતા ૩ ઉમેદવારોની ભરતી કઇ રીતે થઇ અન્‍ય ઉમેદવારોને કોઇ જવાબ ન અપાયોઃ બે ઉમેદવારોના પરીણામ કેમ જાહેર ન કરાયા?!

રાજકોટ, તા., ર૬: અમુક વીજ કંપનીઓ ભરતીઓમાં ગેરરિતી આચરવા ટેવાયેલી છે તેનું તાજેતરનો દ્રષ્ટાંત વિશ્વકપની પિજિવિસિએલ દ્વારા વર્ગ-૨ ની એચ આર એક્‍ઝિકયુટિવ જે પોસ્‍ટ આસિસ્‍ટંટ સેક્રેટરીની સામે ભરવામાં આવી છે, લેખીત પરીક્ષા મે- ૨૦૨૨માં યોજાયેલ તેની લેખીત પરીક્ષા નું પરિણામ  જુન-૨૦૨૨ જાહેર થયુ ઉમેદવારીના ડોકયુમેન્‍ટ ચકાસણી વખતે કંપની દ્વારા ખોટા નિયમો બતાવી તેમને કોર્ટમાં જવા મજબુર કર્યા આ કોર્ટ મેટરને કારણે કોર્ટ દ્વારા મનાઈહુકમ ન હોવા છતાં  નામી વીજ કંપની પીજીવીસીએલએ એક વર્ષ સુધી આશાસ્‍પદ ઉમેદવારના મૌખિક ઇન્‍ટરવ્‍યૂ અટકાવી દીધા અને આ ઇન્‍ટરવ્‍યૂ સપ્‍ટેમ્‍બર ૨૦૨૩ માં લેવામાં આવ્‍યા.

 કોર્ટના આદેશ મુજબ આ પરિણામ સીલ બંધ કવરમાં કોર્ટમાં રજૂ કરવાના હતા. કોર્ટના નામથી આજ દિન સુધી આ આશાસ્‍પદ યુવાનોના પરિણામ જાહેર કરવામાં આવ્‍યા નહીં આમછતાં આ પરિણામમાંથી ૩ ઉમેદવારોની ભરતીઓ કરવામાં આવી. તો સવાલ એ ઉઠે છે કે શા માટે આ ઉમેદવારોની ભરતી કયા આધારે કરવામાં આવી અને શા માટે પરિણામ જાહેર ન કરવામાં આવ્‍યુ? જ્‍યારે અન્‍ય ઉમેદવારોને ભરતી થઇ એ માલુમ  પડતા ઉમેદવારોએ પોતાનુ પરિણામ જાણવા અસંખ્‍ય ફોન અને મેઈલ કરતા કોઈપણ પ્રકારનો જવાબ અપાયો નહીં. કોર્ટના મનાઇ હુકમ અન્‍વયે આવુ કરવામાં આવ્‍યું છે તેવું કહેવામાં આવ્‍યું. જ્‍યારે કોર્ટ દ્વારા આ પ્રકારનો કોઇ મનાઈહુકમ હતો જ નહી માત્ર પરિણામ સિલ બંધ કવરમાં કોર્ટમાં રજૂ કરવાની સુચના હતી. માત્ર ૧૫ જ ઉમેદવારો મૌખિક ઇન્‍ટરવ્‍યૂ હોય સંખ્‍યાબળ ઓછુ હોય કોઇએ આ ઉમેદવારોને સાંભળનાર કોઇ હતુ નહી. તેમાથી માત્ર ૧૩ ઉમેદવારો નું જ પરિણામ જાહેર કરવામાં આવ્‍યું શા માટે બે ઉમેદવારોના પરિણામ છુપાવામાં આવ્‍યા? અમુક અધિકારીઓ વારંવાર ગેરરિતીઓ આચરી મનસ્‍વી નિર્ણયો લઈ રહ્યા છે અન્‍ય સબસીડરી કંપની જેટકો માં આખી પ્રક્રિયા માત્ર એક મહિનામાં પૂર્ણ કરવામાં આવી. સ્‍વાભાવીકપણે મેનેજમેન્‍ટની ગેરરીતી અંગે પ્રશ્ન ઉઠે તેવી ચર્ચા ઉપડી છે.

(3:46 PM IST)