<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

ભરૂચ-દહેજ રોડ ઉપર ઍસઆરઍફ કંપનીની બસ પલ્ટી જતા દુર્ઘટનાઃ કર્મચારીઓને બસ માંથી બહાર કાઢવા પડયા : જુઓ વિડીયો

નાઇટ શિફટ ના કર્મચારીઓને લઇ જતી બસ ના ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો

ભરૂચઃ તા. ૨૬ઃ ભરૂચ – દહેજ રોડ પર વહેલી સવારે ઍસ.આર.ઍફ. કંપનીની શિફ્ટ બસ અટાલી નજીક પલટી ગઈ હતી. અકસ્માત બાદ બસમાં સવાર કર્મચારીઓની દરવાજાથી નીકળવું મુશ્કેલ બનતા તમામને બારીમાંથી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.ભરૂચ-દહેજ રોડ પર વહેલી સવારે ઍસ.આર.ઍફ. કંપનીની શિફટ બસ અટાલી નજીક પલટી થઇ હતી. અકસ્માત બાદ બસમાં સવાર કર્મચારીઅોની દરવાજાથી નીકળવું મુશ્કેલ બનતા તમામને બારીમાંથી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.
નાઈટ શિફ્ટના કર્મચારીઓને લઈ જતી બસ પર આટલી ગામ નજીક ચાલકે કાબુ ગુમાવ્યો હતો. સૂત્રો અનુસાર બસ ચાલકે બિસમાર રસ્તાના કારણે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો.બિસ્માર રસ્તાના કારણે અકસ્માત સર્જાયાનું અનુમાન લગાવાઈ રહ્નાં છે. બસ ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી. સદનસીબે તમામ કર્મચારીઓને સલામત બહાર કાઢી લેવામાં આવતા તમામનો આબાદ બચાવ થયો હતો.

 

 

(6:46 PM IST)