News of Friday, 26th July 2024
ગુજરાતમાં ચાંદીપુરાનો વધતો કહેર :કુલ 39 પોઝિટિવ કેસ:વધુ 4 બાળકોના મોત :મૃત્યુઆંક 48 પર પહોંચ્યો
વધુ 2 બાળ દર્દીઓનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવતા કન્ફોર્મ કેસ વધીને 39 પર પહોંચી ગયો

અમદાવાદ :ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં 14 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળી રહેલા ચાંદીપુરા વાયરસના આજે માત્ર 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જો કે ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 4 બાળકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે આજે વધુ 2 બાળ દર્દીઓનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવતા કન્ફોર્મ કેસ વધીને 39 પર પહોંચી ચૂક્યા છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ગુજરાતના વાયરલ એન્કેફેલાઇટીસના 127 કેસો છે. જે પૈકી સાબરકાંઠા-12, અરવલ્લી- 07, મહીસાગર-02, ખેડા-06, મહેસાણા-07, રાજકોટ-05, સુરેન્દ્રનગર-05, અમદાવાદ કોર્પેરેશન-12, ગાંધીનગર-06, પંચમહાલ-15, જામનગર-06, મોરબી-05, ગાંધીનગર કોર્પોરેશન-03, છોટા ઉદેપુર- 02, દાહોદ-03, વડોદરા-06, નર્મદા-02, બનાસકાંઠા-05, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01 દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પોરેશન-04, કચ્છ-03, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-03, અમદાવાદ- 01 તેમજ જામનગર કોર્પોરેશન-01 શંકાસ્પદ કેસો મળેલ છે.
આ તમામ પૈકી સાબરકાંઠા-06, અરવલ્લી-03, મહીસાગર-01, ખેડા-03, મહેસાણા-04, રાજકોટ-01, સુરેન્દ્રનગર-01, અમદાવાદ કોર્પોરેશન-03, ગાંધીનગર-01, પંચમહાલ-06, જામનગર-01, મોરબી-01, દાહોદ-02, વડોદરા-01, બનાસકાંઠા-01, દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પોરેશન-01 કચ્છ-01, તેમજ સુરત કોર્પોરેશન-01 જીલ્લા/કોર્પોરેશનમાંથી ચાંદીપુરા કુલ-39 કેસ પોઝીટીવ મળેલ છે.
ગુજરાત રાજ્યના ઉપરોક્ત-127 કેસો પૈકી સાબરકાંઠા-02, અરવલ્લી-03, મહીસાગર-02, ખેડા-02, મહેસાણા-02, રાજકોટ-03, સુરેન્દ્રનગર-01, અમદાવાદ કોર્પોરેશન-05, ગાંધીનગર-02, પંચમહાલ-06, જામનગર-02, મોરબી-03, ગાંધીનગર કોર્પોરેશન-02, દાહોદ-02, વડોદરા-02, નર્મદા-01, બનાસકાંઠા-03, વડોદરા કોર્પોરેશન-01, દેવભૂમિ દ્વારકા-01, સુરત કોર્પોરેશન-01 ભરૂચ-01 તેમજ જામનગર કોર્પોરેશન-01 એમ કુલ-48 દર્દીઓ મૃત્યુ પામેલ છે.
જ્યારે ગુજરાતના વાયરલ એન્કેફેલાઇટીસના 42 દર્દી દાખલ છે. જે પૈકી 37 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. રાજસ્થાનના કુલ-06 કેસો જેમાં-04 દર્દી દાખલ છે તેમજ-02 દર્દી મૃત્યુ પામેલ છે. તથા મધ્ય પ્રદેશનાં -04 કેસો જેમાં -03 દર્દી દાખલ છે તેમજ-01 દર્દી મૃત્યુ પામેલ છે. તેમજ મહારાષ્ટ્રનો -01 કેસ જેમાં -01 દર્દી દાખલ છે.
આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ 42,637 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે.
વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલુકાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ/સ્પ્રેઈંગ કામગીરી ઘનિષ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાં આવ્યું. વધુમા વાહજ જન્ય રોગ અટ્કાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમા જણાવવામાં આવ્યું હતું
કુલ 5,45,627 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવેલ છે
કુલ 1,14,324 કાચા ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.કુલ 22,730 શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 2,996 શાળામાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે. કુલ 25,341 આંગડવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 2,950 આંગડવાડીમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
