News of Saturday, 27th July 2024
ભાજપના નેતા અને પોલીસ કર્મચારી વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયા
અસારવા વોર્ડના ભાજપના પૂર્વ પ્રમુખ જયેશ ભાવસાર અને પોલીસ કર્મચારી દારૂની હેરાફેરી કરતા ઝડપાયા: પોલીસ કોન્સ્ટેબલ અને ભાજપ નેતા સહિત 5 લોકો સામે ફરિયાદ

અમદાવાદ અસારવા વોર્ડના ભાજપના પૂર્વ પ્રમુખ જયેશ ભાવસાર અને પોલીસ કર્મચારી દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે. પોલીસ કોન્સ્ટેબલ અને ભાજપ નેતા સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે
પોલીસ હેડક્વાર્ટરમાં ASI પ્રવિણ ચૌહાણ અને ભાજપના નેતા જયેશ ભાવસાર સામે ફરિયાદ નોંધાઈ છે. રાજસ્થાનથી દારૂનો જથ્થો લઈને સાબરકાંઠા પહોંચતા પોલીસે ઝડપી પાડ્યા હતા. વિદેશી દારૂ, કાર અને મોબાઈલ સહિત 7 લાખનો મુદ્દામાલ સાબરકાંઠા પોલીસે જપ્ત કર્યો હતો..
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
