<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th July 2024

રાજ્યમાં ચાંદીપુરાના વધતા કેસોને લઇ તંત્ર એલર્ટ : અમદાવાદમાં 12 જેટલી વેન્ટર કંટ્રોલ ટીમો ખડેપગે

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ચાંદીપુરા વાઇરસનો પ્રસાર ના થાય તે માટે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ખાસ તકેદારી

અમદાવાદ શહેરમાં પણ ચાંદીપુરા વાઇરસના કેસ સામે આવ્યા છે..ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ચાંદીપુરા વાઇરસનો પ્રસાર ના થાય તે માટે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે

  ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર દિવસે દિવસે વધતો જઇ રહ્યો છે,અમદાવાદ શહેરમાં પણ ચાંદીપુરા વાઇરસના કેસ સામે આવ્યા છે..ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ચાંદીપુરા વાઇરસનો પ્રસાર ના થાય તે માટે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે..

  જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાલ 504 જેટલી ટીમ ફિલ્ડમાં ઉતારીને સર્વે અને સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે.. જેમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 7 હજાર જેટલા કાચી માટીના મકાનો પર ખાસ લિપણ કરવામાં આવ્યુ છે.. જ્યારે 1640 કાચી માટીના મકાનોના લીંપણ, સિમેન્ટ અને દવા, તથા ગ્રામ્ય વિસ્તારોની 904 જેટલી સ્કુલો અને આંગણવાડીમાં દવા છાંટવાની કામગીરી કરવામાં આવી છે..

જ્યારે 12 જેટલી વેન્ટર કંન્ટ્રોલ ટીમો તૈનાત કરવામાં આવી છે. જ્યારે 9 જેટલી એન્ટેમોલોજીકલ ટીમ પણ સેન્ટ ફ્લાય (માખી) શોઘવાનુ કામ કરી રહી છે.. હાલમાં અમદાવાદ જીલ્લામાં એક પણ કેસ પોઝીટીવ આવ્યો નથી.


 

(12:16 AM IST)