<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

બદલી થઇ રાજકોટ શહેરમાં આવેલા ૧૨ પીઆઇને નિમણુંકઃ શહેરના ૭ પીઆઇની આંતરિક બદલી : ખેડાથી આવેલા પીઆઇ જે. વી. વાઢીયાને એ-ડિવીઝન, તાપીથી આવેલા પીઆઇ એસ. પી. સોઢાને થોરાળા, દેવભુમિ દ્વારકાથી આવેલા એમ. ડી. મકવાણાને પ્ર.નગર, કે. કે. ગોહિલને એએચટીયુ, સુરતથી આવેલા જે. જે. હળવદીયાને ટ્રાફિકમાં, વડોદરાથી આવેલા જે. ડી. પરમારને ભક્‍તિનગર, સુરતથી આવેલા એમ. બી. વાછાણીને લાયસન્‍સ બ્રાંચ, ભરૂચના એસ. ડી. ફુલતરીયાને સાયબર ક્રાઇમ, સોરઠ ચોકીના પીઆઇ આર. ડી. પરમારને એમઓબીની જવાબદારી સોંપતા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા : ગાંધીગ્રામના એસ. આર. મેઘાણીને તાલુકા, યુનિવર્સિટીના એચ. એન. પટેલને આજીડેમ, તાલુકાના ડી. એમ. હરીપરાને સાયબર ક્રાઇમ-ફર્સ્‍ટ, પ્ર.નગરના વી. આર. વસાવાને કુવાડવા, ખાસ શાખાના જી. આર. ચોૈહાણને બી-ડિવીઝન, રીડરના કે. પી. તરેટીયાને એરપોર્ટ તથા સાયબર ક્રાઇમના જે. એમ. કૈલાને માલવીયાનગરમાં મુકાયા : જુનાગઢથી આવેલા મહિલા પીઆઇ ફાલ્‍ગુનીબેન ગઢવીને ગાંધીગ્રામ, ગીર સોમનાથના ડો. અનસુયાબેન વરચંદને ખાસ શાખા, પંચમહાલથી આવેલા શીતલબેન બુટીયાને મહિલા પોલીસમાં મુકાયા11:47 AM IST

શ્રધ્‍ધા- આસ્‍થા- ઉત્‍સાહના ઘોડાપુરઃ રૂક્ષ્મણી વિવાહની ભાવપૂર્વક ઉજવણી : રાજકોટના રેસકોર્ષ ખાતે પૂ.જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને શ્રીમદ ભાગવત મોક્ષગાથા : આજે ર એપ્રિલ રાત્રે ૧૧ વાગ્‍યા સુધી કથાસ્‍થળે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું પણ સમાજોપયોગી આયોજનઃ બ્‍લડ ડોનેટ કરવા ઉમટી પડવા હાકલઃ દરરોજ સાંજે ૬:૩૦ થી ૮ વાગ્‍યા સુધી વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમોની વણઝારઃ શહેરના મુખ્‍ય વિસ્‍તારોમાંથી ભાવિકોને આવવા-જવા માટે વિનામુલ્‍યે બસ સેવા ઉપલબ્‍ધઃ રાધે રાધે અને તથાસ્‍તુ પરિવાર તથા સમગ્ર ટીમ દ્વારા અદભુત આયોજન : હજ્‍જારો ભાવિકો રાસ-ગરબાની રમઝટ સાથે ભકિતમય બન્‍યાઃ સર્વત્ર આનંદ- આનંદ છવાયોઃ આજે રાત્રે પવિત્ર ભાગવતકથાની પૂર્ણાહૂતિઃ પીજીવીસીએલના મેનેજીંગ ડીરેકટર કે.પી. જોષી, કડછાભાઇ (અમરેલી), જાણીતા બિલ્‍ડર અતુલભાઇ શેઠ, જામનગરના બાદલભાઇ રાજાણી, જયભાઇ ફુલીયા અને અક્ષિતભાઇ પોબારૂ, આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો.પુરૂષોતમભાઇ પીપરીયા, રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, લોહાણા મહાજન કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, રીપનભાઇ ગોકાણી, મારવાડી યુનિવર્સિટીના વાઇસ ચેરમેન જીતુભાઇ ચંદારાણા, મુકેશભાઇ પાબારી, છબીલભાઇ પોબારૂ, કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર, મનિષભાઇ માદેકા, લોકસંગીતકાર સાગરભાઇ રાવલ (ભૂદેવ), માધવભાઇ જસાપરા, વિશ્વકર્મા લુહાર ફાઉન્‍ડેશનના પ્રમુખ નવિનભાઇ પરમાર, મિલનભાઇ સોલંકી, રાકેશભાઇ પોપટ સહિતના મહાનુભાવોએ પવિત્ર ભાગવતકથાનું રસપાન કરી પુણ્‍યનું ભાથુ બાંધ્‍યુઃ 2:17 PM IST

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીદાદાના જન્‍મોત્‍સવમાં ભકિત, શકિત સંસ્‍કૃતિનો સંગમ : વહેલી સવારથી ભાવિકોની ભીડઃ પૂ. હરિપ્રકાશદાસજી સ્‍વામી, પૂ. વિવેકસાગરદાસજી સ્‍વામીની આગેવાનીમાં વિશેષ પૂજન, અર્ચન, મહાપ્રસાદ, મહાઆરતી,શ્રુંગાર દર્શન : હિંદુ ધર્મશાસ્ત્રોમાં હનુમાનજી એક એવા દેવતા છે જે ચિરંજીવી માનવામાં આવે છે, તેઓ આજે પણ પૃથ્‍વી પર સદેહ બિરાજમાન છે. કળિયુગમાં તેમની ઉપાસના સૌથી જલદી ફળ આપનારી માનવામાં આવે છે. તેઓ માત્ર ભગવાન રામના સેવક જ નથી, પરંતુ જ્ઞાન, ગુણ અને બળના સાગર છે.શનિદેવ અને હનુમાનજી પૌરાણિક કથા મુજબ, હનુમાનજીએ શનિદેવને રાવણના બંધનમાંથી મુક્‍ત કર્યા હતા, તેથી શનિની પનૌતીમાં હનુમાનજીની પૂજા અચૂક ફળ આપે છે. : હનુમાનજીનો જન્‍મ ત્રેતાયુગમાં થયો હતો. શિવ અવતાર શાષાો મુજબ હનુમાનજી ભગવાન શિવના ૧૧મા રુદ્ર અવતાર છે. : સૂર્યને ગળવાની કથા બાળપણમાં અત્‍યંત શક્‍તિશાળી હોવાને કારણે, તેમણે ઉગતા સૂર્યને લાલ ફળ સમજીને ગળી જવાનો પ્રયત્‍ન કર્યો હતો. આ સમયે દેવરાજ ઈન્‍દ્રે તેમના પર વજ્રથી પ્રહાર કર્યો, જેનાથી તેમની હનુ (દાઢી) પર ઈજા થઈ અને ત્‍યારથી તેમનું નામ હનુમાન પડ્‍યું. : હનુમાન ચાલીસા ગોસ્‍વામી તુલસીદાસ રચિત હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભય, રોગ અને સંકટ દૂર થાય છે. : હનુમાનજીનું જીવન સાચા અર્થમાં ત્‍યારે શરૂ થયું જ્‍યારે તેઓ ઋષ્‍યમૂક પર્વત પર પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણને મળ્‍યા. રામાયણનો સુંદરકાંડ સંપૂર્ણપણે હનુમાનજીના પરાક્રમોને સમર્પિત છે. સમગ્ર ભારતમાં હનુમાનજીના મંદિરો ગલીએ ગલીએ જોવા મળે છે. 10:59 AM IST