News of Sunday, 28th July 2024
અમદાવાદનો ASI અને ભાજપ નેતા દારુની હેરાફેરી કરતા ઝડપાયા
બિલડીયા પાસે એક રાજસ્થાન તરફથી આવતી કારને ઉભી રાખીને તલાશી લેતા જેમાંથી દારુનો જથ્થો મળી આવ્યો હતો

અમદાવાદ, તા.૨૮
વિજયનગરના બિલડીયા પાસે એક રાજસ્થાન તરફથી આવતી કારને ઉભી રાખીને તલાશી લેતા જેમાંથી દારુનો જથ્થો મળી આવ્યો હતો. કાર અને તેમા સવાર શખ્શોને પોલીસ મથકે લઈ આવતા જ્યાં આરોપીઓની ઓળખ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.
ગુજરાતમાં દારુબંધી છે અને ખુદ પોલીસના કર્મીઓ દારુની હેરાફેરી કરાવતા હોવાના કિસ્સાઓ એક બાદ એક સામે આવતા ખાખીને ડાઘ લાગી રહ્યા છે. થોડાક દિવસ પહેલા કચ્છમાં નીતા ચૌધરી નામની એક મહિલા કોન્સ્ટેબલ બુટલેગર સાથે કારમાં દારુના જથ્થા સાથે ઝડપાઈ હતી. હવે અમદાવાદના આસીસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ભાજપ નેતા પણ દારુની હેરાફેરી કરતા ઝડપાયા છે. સાબરકાંઠાના વિજયનગરના બિલડીયા પાસે એક રાજસ્થાન તરફથી આવતી કારને ઉભી રાખીને તલાશી લેતા જેમાંથી દારુનો જથ્થો મળી આવ્યો હતો. કાર અને તેમા સવાર શખ્શોને પોલીસ મથકે લઈ આવતા જ્યાં આરોપીઓની ઓળખ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.
ચીલોડા પોલીસ મથકના પીએસઆઈને આ અંગેની બાતમી મળી હતી. બાતમી મુજબ એક કારમાં રાજસ્થાનથી દારુનો જથ્થો ભરીને લાવવામાં આવી રહ્યો છે. જેને લઈ પોલીસની ટીમ બિલડીયા પાસે રસ્તા પર આડશ કરીને કારને રોકી હતી. જે દરમિયાન કચ્છ પાર્સિંગની એક કાર આવતા જ તેને રોકી હતી. જે ચમચમાતી કારના દરવાજા ખોલીને જોતા અંદર કારની વચ્ચેની સીટ અને પાછળ દારુ ભરેલો હતો.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
