<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

સુરેન્દ્રનગરના પાટડી પાસે બે કારમાં લઈ જવાતા દારૂ સાથે ૨૩ લાખનો મુદ્દામાલ કબજે

સુરેન્દ્રનગર, તા.૨૮

સુરેન્દ્રનગરના દસાડાથી પાટડી જતા મુખ્ય હાઈવે પર અમૃત હોટેલ પાસેથી સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓ માહિતીને આધારે દારૂ ભરેલી ઈનોવા અને અર્ટીંગા કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાં તપાસ કરતા અંદરથી રૂ.૫,૮૫,૧૦૦ નો દારૂ, રોકડ રકમ, બે મોબાઈલ અને બન્ને વાહનો કબજે કર્યા હતા.

પોલીસે આ કેસમાં ભજનલાલ એ.બિશ્નોઈ અને પપ્પુરામ જે. ખિલેરીની ધરપકડ કરી હતી. બન્ને આરોપી રાજસ્થાનના વતની છે. જ્યારે ૮ આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. જેમાં ઈનોવા કારમાં દારૂનો જથ્થો મોકલનાર, માલવણ ચોકડી પાસે દારૂ મંગાવના અને બન્ને કારના માલિક સહિત ૮ આરોપી સામે ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે.

(12:12 PM IST)