<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

આજે સાબરકાંઠા, મહિસાગર, પંચમહાલ, નર્મદા સહિત આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી

1 ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી જોકે વરસાદનું જોર ઘટ્યું

અમદાવાદ તા.૨૮

    ગુજરાતમાં બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, પંચમહાલ, નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા સહિતના જિલ્લાઓમાં હળવોથી ભારે વરસાદ થઇ શકે છે. 

આજે 28 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ અપાયું છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 

29 જુલાઈના રોજ મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે તેમ હોય ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ અપાયું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 

30 જુલાઈના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ અપાયું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 

31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ અપાયું છે. જ્યારે કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

(3:51 PM IST)