તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Sunday, 28th July 2024
મારી પાર્ટીના કેટલાક લોકોએ મને હરાવવા અનેક પ્રયાસ કર્યા : ભાજપ સંસદસભ્ય મનસુખભાઈ વસાવાના દાવાથી ખળભળાટ
વસાવાએ કહ્યું કે, પક્ષ વિરોધી કામ કરનારા તમામ લોકોનો રિપોર્ટ હાઈકમાન્ડને મોકલાયો છે,હાઇકમાન્ડ આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે

ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ કહ્યું કે, મારી પાર્ટીના કેટલાક લોકો જ નહોતા ઈચ્છતા કે હું સાંસદ બનું. આ લોકોએ મને હરાવવા માટે અનેક પ્રયાસ કર્યા હતારાજપીપળા રાજપૂત સમાજે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાનો સમ્માન સમારોહ યોજ્યો હતો. જેમાં મનસુખ વસાવાએ પોતાનો રોષ ઠાલવ્યો છે.
સાંસદ મનસુખભાઈ વસાવાએ કહ્યું કે, મારી પાર્ટીના લોકો જ નહોતા ઈચ્છતા કે હું સાંસદ બનું. આ લોકોએ મને હરાવવા માટે અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ હું ચૂંટણીમાં દોડ્યો હતો, એટલે મને જીત મળી.
વધુમાં મનસુખભાઈ વસાવાએ કહ્યું કે, પક્ષ વિરોધી કામ કરનારા તમામ લોકોનો રિપોર્ટ હાઈકમાન્ડને મોકલવામાં આવ્યો છે. જેથી હાઈકમાન્ડ આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે.ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સાથે ભાજપના પણ કેટલાક લોકો દ્વારા મને હરાવવાનો પ્રયાસ કરાયો છે, પરંતુ મેં ખૂબ જ મહેનત કરી હતી હું ચૂંટણીમાં ત્રણ ત્રણ રાત સુધી ઊંઘ્યો પણ ન હતો.
વધુમાં કહ્યું કે, મારી સંપૂર્ણ તાકાત લાગાવી સાથો સાથ મારા માણસો અને પાર્ટીના વફાદાર માણસો દ્વારા ભરૂચ સિટ જીતવા સંપૂર્ણ મહેનત કરી હતી
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
