News of Sunday, 28th July 2024
અમદાવાદ જિલ્લાના વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજેશ માધવજીભાઈ પટેલ સહિત ૨ શખ્સો 30,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ
દારૂના ખોટા કેસમાં વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશને પકડાયેલ હતો : ફરીયાદીને ખોટી રીતે ડરાવી ધમકાવી અને બીજા ખોટા કેસમાં ફસાવી દેવાની બીક બતાવી ફરીયાદી પાસેથી પૈસાની માંગણી કરી રૂ.૫૦ હજાર લઈ લીધેલ હતા

રાજકોટ તા.૨૮ : અમદાવાદ જિલ્લાના વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ 30,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ફરીયાદી એક જાગૃત નાગરિકે આરોપી રાજેશ માધવજીભાઈ પટેલ ધંધો-નોકરી, હોદ્દો-પો.કો, વર્ગ-૩, વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન રહે.એફ-૩૦૩, શ્રીધર ઉપવન, દેવસ્ય સ્કુલ રોડ, વસ્ત્રાલ, અમદાવાદ તથા આરોપી ભરત બચુભાઇ ઠાકોર, ધંધો-મજુરી, રહે-હાસલપુર, શેરેશ્વર મંદિર આગળ, તા.વિરમગામ, જી.અમદાવાદ ખાનગી વ્યક્તિ સામે લાંચ લીઘા અંગેની ફરિયાદ એસીબી બ્રાન્ચમાં કરી હતી.
જેમાં આજે કરકથળ રોડ ઉપર, જોગણી માતાના મંદીર પાસે, વિરમગામ, અમદાવાદ ગામ્યમા આ કામે ફરીયાદીની ફરીયાદ મુજબ ચાર પાંચ માસ પહેલા દારૂના ખોટા કેસમાં વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશને પકડાયેલ હતો. જે અનુસંધાને વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસવાળા આરોપી રાજેશ માધવજીભાઈ પટેલ ધંધો-નોકરી, હોદ્દો-પો.કો, વર્ગ-૩, વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન રહે.એફ-૩૦૩, શ્રીધર ઉપવન, દેવસ્ય સ્કુલ રોડ, વસ્ત્રાલ, અમદાવાદ નાઓ દ્વારા ફરીયાદીને ખોટી રીતે ડરાવી ધમકાવી અને બીજા ખોટા કેસમાં ફસાવી દેવાની બીક બતાવી ફરીયાદી પાસેથી પૈસાની માંગણી કરી રૂ.૫૦ હજાર લઈ લીધેલ હતા.
બીજા રૂ.૩૦,૦૦૦/- ની માંગણી કરેલ હોય, જે ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકું ગોઠવતા આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આરોપી ભરત બચુભાઇ ઠાકોર છટકા દરમ્યાન આરોપી વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજેશ માધવજીભાઈ પટેલ વતી લાંચની રકમ રૂ.૩૦,૦૦૦/- ફરીયાદી પાસેથી સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયેલ હોઈ, બાદ છટકા દરમ્યાન આરોપી વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજેશ માધવજીભાઈ પટેલ પણ પકડાઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ ગુનામાં ટ્રેપીંગ ઓફીસર ડી.બી.મહેતા
પોલીસ ઇન્સપેકટર ફિલ્ડ-૩ (ઈન્ટે.વીંગ)
એ.સી.બી.અમદાવાદ (ગુ.રા) ,સુપરવિઝન ઓફીસર :
એ.વી.પટેલ મદદનીશ નિયામક
ફિલ્ડ-૩ (ઈન્ટે.વીંગ)
એ.સી.બી.અમદાવાદ (ગુ.રા)એ અને સ્ટાફે કામગીરી કરી હતી.
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
