<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

ખેડા જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન : નડિયાદમાં ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો

નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થયા:રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી

અમદાવાદ : રાજયમાં વરસાદી માહોલ વચ્ચે ખેડા જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયુ છે. નડિયાદમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થયા છે. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઇ રહી છે.

 નડિયાદ પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી છે. શહેરના ગરનાળાઓમાં પાણી ભરાતા સ્થિતિ કફોડી બની છે.

(10:56 AM IST)