News of Monday, 29th July 2024
ઘેડ પંથકમાં થયેલી વરસાદની તારાજીનો મુદ્દો સંસદમાં ગૂંજશે
શૂન્યકાળમાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ ગુજરાતમાં વરસાદી તારાજીનો મુદ્દો ઉઠાવશે

અમદાવાદ : ગુજરાતમાં વરસાદી તારાજીનો મુદ્દો હવે સંસદમાં ગુંજશે. શૂન્યકાળમાં શક્તિસિંહ ગોહિલ સંસદમાં ગુજરાતના ઘેડ પંથકમાં થયેલી વરસાદની તારાજીનો મુદ્દો ઉઠાવશે. ઘેડમાં વર્ષોથી પાણી ભરાતા હોવા છતાં નક્કર કામગીરી ન કરી હોવાનો શક્તિસિંહ ગોહિલનો આરોપ છે.
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે કે ઘેડ પંથકની સમસ્યાને ભૂલી જઇ મોદી સરકારે બિહાર અને આંધ્રપ્રદેશને મદદ કરી.
બીજીતરફ તેના જવાબમાં ભાજપે કોંગ્રેસને ભૂતકાળ યાદ કરાવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે બિહારને જરૂર હતી, એટલે આર્થિક મદદ આપી, પણ યુપીએ સરકાર વખતે જ્યારે ગુજરાતને પાણીની જરૂર હતી અને નર્મદા ડેમમાં દરવાજા નાખવાના હતા, ત્યારે કોંગ્રેસે જ આ કાર્યનો વિરોધ કર્યો હતો.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
