<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

બરવાળામાં હિટ એન્ડ રનની ઘટના:BMW કાર દંપતિને અડફેટે લીધું<મહિલાનું મોત : બાળક અને પિતાને ઇજા

સરકારી કોલેજ પાસે અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર: BMW કારની નંબર પ્લેટ તૂટીને ત્યાં જ પડી. :ગાડી સુરતની હોવાનું અનુમાન

બરવાળા ખાતે હિટ એન્ડ રનની ઘટના બની છે. BMW કાર ચાલકે બાઈકસવાર દંપતિને અડફેટે લીધું. 2 વર્ષીય બાળક સાથે દંપતિ ફરવા નીકળ્યું હતું. સરકારી કોલેજ પાસે અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. 

  અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયુ છે. બાળક અને પિતાને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 

 અકસ્માતમાં BMW કારની નંબર પ્લેટ તૂટીને ત્યાં જ પડી. નંબર પ્લેટ પરથી ગાડી સુરતની હોવાનું અનુમાન છે. બરવાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(11:05 AM IST)