News of Monday, 29th July 2024
ગુજરાતમાં રેલવેના વિકાસની ગાડી પૂરપાટ દોડે છેઃ ૩૦૮ર૬ કરોડના ખર્ચવાળા ર૯૪૭ કિ.મી.ના ૪ર પ્રોજેકટ
નરહરિ અમીને સંસદમાં પૂછેલ પ્રશ્નનો વિસ્તૃત જવાબ આપતા રેલવે મંત્રી ર૦૧૪ થી ર૦ર૪ સુધીમાં રેલવે વીજળીકરણમાં ર૩.૦૮ ગણો વધારો

રાજકોટ તા. ર૯: સંસદ સભ્ય (રાજયસભા) શ્રી નરહરિ અમીન દ્વારા ‘‘છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં રેલવેને લગતો પ્રશ્ન પૂછેલ તેનાં અનુસંધાને઼, રેલ્વે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, રેલ્વે પ્રોજેકટસનો ઝોન વાઇસ મંજૂર/અમલ કરવામાં આવે છે. તા. ૧/૦૪/ર૦ર૪નાં રોજ ગુજરાત રાજયમાં રૂા. ૩૦૮ર૬ કરોડનાં ખર્ચવાળા ર૯ં૪૭ કિ.મી.નાં કુલ ૪ર પ્રોજેકટ, (જેમાં ૬ નવી લાઇન, રર ગેજ પરિવર્તન અને ૧૪ ડબ્લિંગ) આયોજન/મંજૂરી/બાંધકામનાં તબકકા હેઠળ છે. તે પૈકીનાં ૮ર૬ કિ.મી. લંબાઇની લાઇનો શરૂ કરવામાં આવી છે. અને તેનાં પર માર્ચ-ર૦ર૪ સુધીમાં રૂ. ૯૩૩૬ કરોડનાં ખર્ચ કરવામાં આવ્યો છે.
કુલ પ૩૭ કિ.મી. લંબાઇનાં રૂ. ૭૮૧૦ કરોડનાં ખર્ચ વાળા ૬ નવી લાઇનોના પ્રોજેકટસ પૈકી ૧૦પ કિ.મી. લંબાઇનાં કાર્યરત છે અને માર્ચ-ર૦ર૪ સુધીમાં રૂા. ૩૩૩ર કરોડો ખર્ચ થયો છે. કુલ ૧૬૩૪ કિ.મી. લંબાઇનાં રૂા. ૧૩૭પ૬ કરોડનાં ખર્ચવાળા રર ગેજ પરિવર્તનનાં પ્રોજેકટસ પૈકી ૬૭૧ કિ.મી. લંબાઇનાં કાર્યરત છે અને માર્ચ-ર૦ર૪ સુધીમાં રૂ. ૪૬પપ કરોડનો ખર્ચ થયો છે.
ઉપરાંત, ભારતીય રેલ્વેનાં પ્રોજેકટસનાં ભંડોળની ફાળવણી અને તેને અનુરૂપ તેનાં અમલીકરણમાં ર૦૧૪ થી નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાત રાજયમાં સંપૂર્ણ/આંશિક રીતે આવતા ઇન્ફ્રાસ્ટ્રકચર અને સલામતીનાં કામો માટે અંદાજપત્રની ફાળવણી નીચે મુજબ છે.
ર૦૦૯-૧૪માં રૂ. પ૮૯ કરોડ/વર્ષ હતો. ર૦ર૩-ર૪માં રૂ. ૮૩૩ર કરોડ ૧૪.૧પ ગણો થયો અને ર૦ર૪-રપ રૂ. ૮૭૪૩ કરોડ ૧૪.૮૪ ગણો થયો છે.
ગુજરાત રાજયમાં ર૦૧૪ થી ર૦ર૪ દરમ્યાન એટલે કે ૧૦ વર્ષની સિધ્ધિઓઃ (૧) ગુજરાત રાજયમાં સંપૂર્ણ/આંશિક રીતે અવાતી નવી લાઇન-૬૯૯ કિ.મી. ગેજ પરિવર્તન-૭૧૦ કિ.મી. અને ડબ્લિંગ લાઇન-૮૩પ કિ.મી. એમ કુલ રરર૪ કિ.મી.નાં કામો કાર્યરત કરવામાં આવ્યા છે. (ર) રેલ્વે વીજળીકરણનાં ૩૦૦ર RKM કામો કાર્યરત છે. (૩) નવા ઇલેકટ્રોનિક ઇન્ટરલોકીંગનાં ૧પ૯ કામ કાર્યરત કરવામાં આવ્યા છે.
વધુમાં વર્ષ ર૦૦૯ થી ર૦૧૪ થી ર૦ર૪ દરમ્યાન જુદા જુદા કામો સંપૂર્ણ અંશતઃ કાર્યકર થયેલ છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
