<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

રાજ્યમાં સવારે બે કલાકમાં 132 તાલુકામાં મેઘ મહેર: 10 તાલુકાઓમાં 1 ઇંચથી 5 ઇંચ સુધી વરસાદ વરસ્યો

27 તાલુકામાં અડધાથી એક ઇંચ અને 95 તાલુકામાં અડધા ઇંચથી ઓછો વરસાદ

અમદાવાદ : આજે સવારે 8થી 10 વાગ્યા સુધીના 2 કલાકમાં રાજ્યના 132 તાલુકામાં મેઘ મહેર થઇ છે. જેમાં 10 તાલુકામાં 1 ઇંચથી 5 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. 27 તાલુકામાં 10થી 22 મિ.મી. સુધી જ્યારે 95 તાલુકામાં 10 મિ.મી. કરતા ઓછો વરસાદ વરસ્યો છે.


આજે સવારે 8થી 20 વાગ્યામાં પ્રાંતિજમાં 5 ઇંચ, માણસામાં 2.8 ઇંચ, તલોદમાં 2.7, હિંમતનગરમાં 2.5, મહેસાણામાં 2, જોટાણામાં 1.7, મોડાસામાં 1.4, વિજાપુરમાં 1.2, મેઘરજમાં 1.1, વિસનગરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે.

રાજ્યના 132 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ છેલ્લા બે કલાકમાં વરસ્યો છે. જેમાં ધનસુરામાં 22 મિ.મી., કડાણામાં 21 મિ.મી., સંતરામપુરમાં 20, વાઘોડિયામાં 19, નવસારીમાં 19, ખાનપુરમાં 18, બાયડમાં 18, ફતેપુરામાં 16, વડનગરમાં 15, આહવામાં 13, જલાલપોરમાં 13, દહેગામમાં 12, ઉમરપાડામાં 12, વઘઇમાં 12, વડોદરામાં 12, ધાનેરામાં 12, બહુચરાજીમાં 12, કરજણમાં 12, પલસાણામાં 12, વાલિયામાં 11, ચીખલીમાં 11, સાવલીમાં 10, વાંસદામાં 10, વાગરામાં 10, કડીમાં 10, ધોળકામાં 10 અને બોરસદમાં 10 મિ.મી. વરસાદ વરસ્યો છે.

(4:36 PM IST)